Omicron/ રાજ્યમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, કુલ કેસની સંખ્યા પહોંચી..

જામનગરના એક જ પરિવારના ત્રણ સભ્યો ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા છે. જામનગર બાદ હવે સુરત જિલ્લામાં પણ ઓમિક્રોન પ્રવેશી ચૂક્યો છે.

Top Stories Gujarat Surat
પોઝિટિવ અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ, દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી

હાલમાં કોરોના વાઇરસનો નવો વેરીએંટ ઓમિક્રોન વિશ્વ આખાને ડરાવી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આજ રોજ સોમવારે 12 ડિસેમ્બર ના રોજ વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. જે સાથે રાજ્યમાં કુલ ઓમિક્રોન સંક્રમીતોની સંખ્યા 4 ઉપર પહોંચી છે.  જે સાથે ગુજરાત રાજ્યના વધુ એક જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચુકી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કોરોના સંક્રમિત યુવાનનો  ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 42 વર્ષીય યુવાન ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ યુવક થોડા સમય પહેલા જ સાઉથ આફ્રિકાથી આવ્યો હતો. જે સાથે રાજ્યમાં કુલ 4 ઓમિક્રોનના કેસ નોંધાય છે.

ઉલ્લેખનીય છે કે જામનગરના એક જ પરિવારના ત્રણ સભ્યો ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા છે. જામનગર બાદ હવે સુરત જિલ્લામાં પણ ઓમિક્રોન પ્રવેશી ચૂક્યો છે. વધુ હાલમાં રાજ્યમાં કોરોનાણ દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી 50+ કોરોના કેસ સામે આવી રહ્યા છે.

ઓમિક્રોનથી વિશ્વમાં પ્રથમ મોત

ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વમાં પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું છે. બ્રિટનમાં એક વ્યક્તિનું મૃત્યુ કોરોનાવાયરસના ઓમિક્રોન સંસ્કરણથી થયું હોવાનું સામે આવ્યું છે, આવિશે માહિતી પોતે વડાપ્રધાન બોરિસ જોહનસને આપી  છે.

WHOની ચેતવણી- WHO પણ સતત સમગ્ર દુનિયાને નવા વેરિયન્ટ વિશે ચેતવણી આપી રહી છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એ વેક્સિનની અસરકારકતા ઓછી કરે છે. હાલનું રિસર્ચ જણાવે છે કે ઓમિક્રોન કોઈ ગંભીર બીમારીને કારણે નહિ, પરંતુ સામાન્ય લક્ષણો અથવા એસિમ્પ્ટોમેટિક કેસ એક નવા પ્રકારના પડકાર ઊભા કરી રહ્યા છે. WHOએ કહ્યું હતું કે હાલના આંકડા જણાવે છે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવાથી નવો વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે જોખમી બની શકે છે.

દાહોદ / દેવગઢબારિયામાં સામાજિક પ્રસંગમાં જમણવાર બાદ 5 લોકોના મોત

PM Modi in Kashi / કાશી ઉજવી રહ્યું છે શિવ દીપોત્સવ, ઘાટ શણગારાયા, દરેક ખૂણો ઝળહળી ઉઠ્યો, જુઓ તસવીરો

Update / શ્રીનગરમાં પોલીસ જવાનની બસ પર આતંકવાદી હુમલો, ચાર જવાનોના મોત