Not Set/ સાઉદી અરેબિયામાં ઓમીક્રોનની એન્ટ્રી,પ્રથમ કેસ નોંધાયો..

સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું કે, ઉત્તર આફ્રિકન દેશના નાગરિકમાં આ પહેલો કેસ મળી આવ્યો છે

Top Stories World
corona સાઉદી અરેબિયામાં ઓમીક્રોનની એન્ટ્રી,પ્રથમ કેસ નોંધાયો..

સાઉદી અરેબિયામાં કોરોનાનું જોખમકાર વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે,સાઉદી અરેબિયાએ બુધવારે કહ્યું કે દેશમાં કોરોનાના નવા પ્રકારનો પહેલો કેસ મળી આવ્યો છે.સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું કે, ઉત્તર આફ્રિકન દેશના નાગરિકમાં આ પહેલો કેસ મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જે વ્યક્તિને ચેપ લાગ્યો છે,તેના સંપર્કમાં આવેલા તમામને અલગ રાખવામાં આવ્યા છે,એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખાડી દેશોમાં ઓમીક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ છે. અત્યાર સુધી 14 દેશમાં આ વાયરસ ફેલાઇ ગયો છે.

કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાય છે. આ દક્ષિણ આફ્રિકા, યુરોપિયન દેશો, યુકે, નેધરલેન્ડ, લેટિન અમેરિકા સહિત 14થી વધુ દેશમાં ફેલાયો છે.નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં પણ ઓમીક્રોન વેરિઅન્ટના કેસો મળી આવ્યા છે. આવી સ્થિતિમાં આ મુસાફરોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે જોખમ ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં યુરોપિયન દેશો, બ્રિટન, આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશોમાંથી ભારત આવતા નાગરિકોની દર બીજા, ચોથા અને સાતમા દિવસે RT pcr ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ નાગરિક પોઝિટિવ આવે છે, તો તેને હોસ્પિટલમાં મોકલવામાં આવશે,નેગેટિવ મુસાફરોને 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.