Not Set/ મહારાષ્ટ્ર/ 30 તારીખે ફડણવીસ સરકારનો એસિડ ટેસ્ટ, શરદ પવારે પણ સરકાર બનાવવાનો દાવો કર્યો

મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાઓ બાદ શનિવારે સતત બીજી વખત મુખ્યમંત્રી પદે શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે બહુમતી માટે તેમની પાસે સંપૂર્ણ સંખ્યા છે અને તે જ આધાર પર રાજ્યપાલ ભગતસિંહ કોસારીએ શપથ લેવડાવ્યા છે. ફડણવીસે શપથ લીધા બાદ પત્રકારોને કહ્યું હતું કે તેમની પાસે સંપૂર્ણ સંખ્યા છે, અને તેમની સરકાર પાંચ વર્ષ ચાલશે. તેમણે […]

Top Stories India
sharad pawar મહારાષ્ટ્ર/ 30 તારીખે ફડણવીસ સરકારનો એસિડ ટેસ્ટ, શરદ પવારે પણ સરકાર બનાવવાનો દાવો કર્યો

મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાઓ બાદ શનિવારે સતત બીજી વખત મુખ્યમંત્રી પદે શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે બહુમતી માટે તેમની પાસે સંપૂર્ણ સંખ્યા છે અને તે જ આધાર પર રાજ્યપાલ ભગતસિંહ કોસારીએ શપથ લેવડાવ્યા છે. ફડણવીસે શપથ લીધા બાદ પત્રકારોને કહ્યું હતું કે તેમની પાસે સંપૂર્ણ સંખ્યા છે, અને તેમની સરકાર પાંચ વર્ષ ચાલશે. તેમણે કહ્યું કે રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કરવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાંથી હટાવવામાં આવ્યું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે અજીત પવારનો નિર્ણય શિસ્તબદ્ધ નથી. એનસીપીનો કોઈ કાર્યકર એનસીપી-ભાજપ સરકારના સમર્થનમાં નથી. એનસીપીના ધારાસભ્યોએ શરદ પવારની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેઓને રાજભવન લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓને ખબર નહોતી કે તેઓને શપથ ગ્રહણ સમારોહ માટે લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યા નથી, અમને શિવસેનાના નેતૃત્વમાં સરકાર જોઈએ છે, આપણે એક છીએ. તેમણે કહ્યું કે અમે સરકાર બનાવીશું, અમારી પાસે સંખ્યા છે.

પવાર દ્વારા એ પણ સ્પષ્ટતા કરવાંમાં આવી કે, મારા સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે અજીતની સાથે રાજ્યભવનમાં ફક્ત 10 જેટલા વિધાયકો જ હતા અને જેમને પણ ખબર ન હતી કે તે રાજ્યભવન પર શું કામે છે, તે 10 માંથી પણ 3 વિધાયકો અત્યારે અહીં છે. અને તે NCP સાથે જ છે. સરકાર 30 તારીકે બહુમત સિધ્ધ નહી કરી શકે અને આખરે અમેજ સરકાર બનાવીશું તેમાં કોઇ બેમત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.