Not Set/ 23 એપ્રિલે દુનિયાનો અંત આવશે, આ આગાહીમાં માટે કેટલી સચ્ચાઇ છે તે જાણો

વોશિંગ્ટન, પૃથ્વીના અંતને લઇને વધુ એક આગાહી સામે આવી છે કે 23 એપ્રિલના રોજ દુનિયાનો અંત થઇ જશે. આ દિવસે સૂર્ય, ચંદ્ર અને ગુરૂ કન્યા રાશિ એક યોગમાં રહેશે. તે રાત્રે રહસ્યમય ગ્રહ‘નિબિરુ ગ્રહ’ જોવા મળશે. ત્યાર બાદ ત્રીજા વિશ્વ યુધ્ધની શરૂઆત થશે. આ પહેલા પણ અનેક વખત દુનિયાના અંતની આગાહી કરવામાં આવી છે અને તે ખોટી પડી છે. […]

Top Stories
image 1 23 એપ્રિલે દુનિયાનો અંત આવશે, આ આગાહીમાં માટે કેટલી સચ્ચાઇ છે તે જાણો

વોશિંગ્ટન,

પૃથ્વીના અંતને લઇને વધુ એક આગાહી સામે આવી છે કે 23 એપ્રિલના રોજ દુનિયાનો અંત થઇ જશે. આ દિવસે સૂર્ય, ચંદ્ર અને ગુરૂ કન્યા રાશિ એક યોગમાં રહેશે. તે રાત્રે રહસ્યમય ગ્રહ‘નિબિરુ ગ્રહ’ જોવા મળશે. ત્યાર બાદ ત્રીજા વિશ્વ યુધ્ધની શરૂઆત થશે. આ પહેલા પણ અનેક વખત દુનિયાના અંતની આગાહી કરવામાં આવી છે અને તે ખોટી પડી છે. આ ઉપરાંત નાસા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રહસ્યમય ‘નિબિરુ’ જેવો કોઈ ગ્રહ જ નથી.

લેખક ડેવિડ મીડના પુસ્તક પ્લાનેટ એક્સ – ધ 2017 અરાઇવલના એક પ્રકરણમાં દાવો કરવામાં આવ્યો છે કે 23 એપ્રિલ 2018ના દિવસે કેટલાંક દુર્લભ યોગ સર્જાશે જેના કારણે દુનિયાનો અંત આવી જશ. ડેવિડ મીડે કહ્યું કે આ મહિને થનારી ઘટાઓ સાથે દુનિયાના અંતની શરૂઆત થશે.

ડેવિડ મીડના અનુમાન મુજબ ગ્રહ એક્સ (જેને નિબિરુ પણ કહેવામાં આવે છે.) ઓક્ટોબર આજુબાજુ ફરી સ્વિંગ થશે, જેના કારણે પૃથ્વીના પેટાળમાં જ્વાળામુખીના વિસ્ફોટ થશે.

જોકે આ પ્રકારની ભવિષ્યવાણી અનેક વખત ખોટી પડી ચૂકી છે. ફરી એક વખત ખોટી પડી છે.નાસાએ પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે નિબિરૂ નામનો કોઇ ગ્રહ નથી અને પૃથ્વીના અંતની કોઇ શક્યતા નથી.


જાણીતા સાયન્ટીસ્ટ નિક પોપે જણાવ્યું કે નિબિરુની વાર્તા ઉપજાવેલી છે. આ એક કાલ્પનિક ગ્રહ ‘ઈન્ટરનેટ ફ્રોડ ‘થી વધારે કંઈ નથી. આ અંગે નાસાએ પણ જણાવ્યું છે કે આવો કોઈ ગ્રહ નથી,એટલે કોઈ ટક્કર થવાની શક્યતા પણ નથી.

નિબિરુ એક્સ ગ્રહ વિશે એવું કહેવામાં આવે છે કે આ ગ્રહ આપણા સૌરમંડળના છેડા પર રહેલો છે. નિબિરુ ગ્રહ સૌર મંડળના નવ ગ્રહોથી અલગ છે. જેને ક્યારેક પ્લેન્ટ એક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગત વર્ષે જાન્યુઆરીમાં એસ્ટ્રોનોર્મસ દ્વારા તેને શોધવામાં આવ્યો હતો. નિબિરુ ગ્રહ આપણા સૌર મંડળના ગ્રહોને ‘પ્લાસ્મેટિક ઉર્જાના કણો’ મોકલી રહ્યું છે. જેનાથી પૃથ્વીનો અંત આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.