Not Set/ સોમવારે ભાજપની પ્રદેશ કારોબારી, સરકાર – સંગઠન સંકલન અને ભાવિ આયોજનની ચર્ચા

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીમાં રાજકીયપક્ષ સક્રિય બન્યા છે. દરમિયાન આગામી સમયમાં વિધાનસભા રણનીતિ-2022ની ચર્ચા કરવા પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સોમવારે યોજાશે.

Gujarat Others
a 281 સોમવારે ભાજપની પ્રદેશ કારોબારી, સરકાર – સંગઠન સંકલન અને ભાવિ આયોજનની ચર્ચા

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીમાં રાજકીયપક્ષ સક્રિય બન્યા છે. દરમિયાન આગામી સમયમાં વિધાનસભા રણનીતિ-2022ની ચર્ચા કરવા પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સોમવારે યોજાશે.

ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક સોમવારે યોજાશે. પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી , નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત પ્રદેશ કારોબારી સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેશે. કારોબારીમાં દરેક જિલ્લા ભાજપ પ્રમુખને વર્ચ્યુઅલી સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી સમયમાં વિધાનસભા 2022 ચૂંટણીની પૂર્વતૈયારી શરૂ થઇ ગઇ છે.

આ પણ વાંચો :ઝેન એટલે ધ્યાન : PM મોદીએ કર્યુ ઝેન ગાર્ડન અને કિસાન એકેડમી ઉદ્ઘાટન

આમ આદમી પાર્ટીએ ત્રીજા મોરચા તરીકે વિધાનસભાની તમામ 182 બેઠકો પર ઝૂકાવવા કમર કસી છે. કોંગ્રેસે પણ દિલ્હી થી ગાંધીનગર સુધી હાઇકમાન્ડના સંપર્કથી રણનીતિ ઘડી કાઢી છે.  કેન્દ્રની યોજનાનો લાભ પ્રજા સુધી વાસ્તવમાં પહોંચાડવા શું આયોજન થઇ શકે ? એ મુદ્દો કારોબારીમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહેશે. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ સામાન્ય વર્ગને પહોંચે તે અંગે ચર્ચા થશે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારે રાજ્યમાં અમલી બનાવેલી વિકાસલક્ષી યોજના પણ પ્રજા સુધી પહોંચાડવાના આયોજનની ચર્ચા થશે.

આ પણ વાંચો :ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 12.59 ટકા થયો, જાણો ક્યાં રાજ્યમાં કેટલો પડ્યો

આગામી વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં રહેશે ત્યારે તેની સામે ભાજપની રણનીતિના મુદ્દે પણ કારોબારીમાં ચર્ચા થશે. સરકાર અને સંગઠનનો સેતુ જાળવવા અને સંગઠનના માળખામાં વૃદ્ધિ કરવી કે બોર્ડ-નિગમમાં ખાલી સ્થાન પર નિમણૂક કરી આગામી સમયમાં ભાજપ તરફી ઝૂકાવ રહે તે તમામ મુદ્દાન ચર્ચા પણ કારોબારીમાં થશે.

આ પણ વાંચો :વડોદરાની SSG હોસ્પિટલની બહાર કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ, કોણ જવાબદાર?

કોરોનાકાળ સમયે કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા સાથે કોરોના કારણ મૃતકોને આદરાંજલિ અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી પ્રજાલક્ષી યોજના અંગે સરકારનો આભાર માનતો પ્રસ્તાવ કારોબારીમાં પસાર કરાશે. એકંદરેવિધાનસભા 2022 ચૂંટણી રણનીતિ સંદર્ભે પ્રદેશ ભાજપ કારોબારી નિર્ણાયક બની રહેશે. ગુજરાત ભાજપના પદાધિકારીઓ સાથે દરેક જિલ્લા ભાજપ પ્રમુખોને પણ બેઠકમાં વર્ચ્યુઅલી હાજર રહેવા  આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. સોમવારની નિર્ણાયર બેઠક પર સૌની નજર રહેશે.