આઝાદીનું જશ્ન/ 75માં સ્વાતંત્ર્ય દિને PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

આજે સમગ્ર દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીની સુવાસ સમગ્ર વાતાવરણમાં ફેલાયેલી છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

Top Stories India
75માં
  • 75માં સ્વાતંત્ર્ય દિને PM મોદીનું ટ્વિટ,
  • તમામને 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી,
  • આઝાદીનાં અમૃત મહોત્સવમાં નવી ઉર્જાનો સંચાર થાય:PM

આજે સમગ્ર દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીની સુવાસ સમગ્ર વાતાવરણમાં ફેલાયેલી છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશ દેશભક્તિથી ભરેલો છે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો – નિર્ણાયક બેઠક / PM મોદી 25 સપ્ટેમ્બરે UNમાં સંયુક્તરાષ્ટ્ર મહાસભાના ઉચ્ચસ્તરીય વાર્ષિક સત્રને સંબોધિત કરી શકે છે

દેશવાસીઓને અભિનંદન આપતી વખતે દેશનાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્વતંત્રતાનાં અમૃત ઉત્સવમાં નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર થવો જોઈએ. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી આજે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. વડાપ્રધાન મોદી આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. આ સાથે તેઓ દેશવાસીઓને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને ભારતની આઝાદીનાં 75 માં વર્ષની ઉજવણી માટે માર્ચ 2021 માં ગુજરાતનાં અમદાવાદનાં સાબરમતી આશ્રમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ શરૂ કર્યો હતો. આ સમારોહ 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે. દેશને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપતા PM મોદીએ કહ્યું કે, 75 માં સ્વતંત્રતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. સ્વતંત્રતાનાં અમૃતમાં, દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર કરો. જય હિન્દ!

આ પણ વાંચો – Afghanistan Crisis / અફઘાનિસ્તાનમાં રહેલા આ લોકો અંગે તાલિબાનનું મોટું નિવેદન, કહ્યું – અમારાથી તેઓને કોઈ ખતરો….

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ડો.અજય કુમાર લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે વડાપ્રધાનનું સ્વાગત કરશે. સંરક્ષણ સચિવ, દિલ્હી પ્રદેશનાં જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી), લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા વડાપ્રધાનને AVSM  નો પરિચય કરાવશે. આ પછી, દિલ્હી પ્રદેશનાં જીઓસી નરેન્દ્ર મોદીને સેલ્યૂટિંગ બેસ સુધી લઈ જશે, જ્યાં સંયુક્ત ઇંટર-સર્વિસીઝ અને દિલ્હી પોલીસ ગાર્ડ પ્રધાનમંત્રીને સામાન્ય સલામી આપશે. આ પછી, પ્રધાનમંત્રી સલામી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે. વડાપ્રધાન માટે ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, એરફોર્સ અને દિલ્હી પોલીસનાં એક-એક અધિકારી અને 20 કર્મચારીઓ હશે.