શ્રદ્ધાંજલિ/ લતા મંગેશકરના નિધન પર કથાકાર મોરારીબાપુએ કહ્યું – એમનો કંઠ વૈકુંઠની યાદ અપાવે…

એમનો કંઠ વૈકુંઠની યાદ અપાવે છે. કેવો સ્વર, કેવો સુર! વૈકુંઠ શબ્દનો સમજણ પૂર્વક પ્રયોગ કરું છું. કારણ કે, વૈકુંઠનું સંગીત સત્વપ્રધાન છે.

Gujarat Others
લતા મંગેશકર

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરે 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ભારત રત્ન લતા મંગેશકર ગત 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત થયા બાદથી સારવાર હેઠળ હતા. લતાજી સતત આઈસીયૂમાં ડોક્ટરોની નિગરાણી હેઠળ હતા. જો કે એવું પણ કહેવાયું હતું કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એટલે સુધી કે વેન્ટિલેટર ઉપરથી પણ હટાવી દેવાયા હતા. પરંતુ અચાનક તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા. પરંતુ હવે અચાનક આવેલા નિધનના દુખદ ખબરથી દેશ હચમચી ગયો છે. અને દેશ-દુનિયમાં તેમણે નિધન પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કથાકાર મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો :લતાદીદી અને દિલીપ કુમારે 13 વર્ષ સુધી એકબીજા સાથે ન હતી કરી વાતચીત, આ છે કારણ

કથાકાર મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ભારત રત્ન આદરણીય લતા મંગેશકર એટલે કે લતાદીદી હવે નથી રહ્યાં. મારી વ્યાસપીઠ પરથી આપ સૌને અને 170 દેશોમાં કથા સાંભળી રહેલાં સૌ શ્રોતા ભાઈ બહેનને સાથે લઈ હું લતાદીદી પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

મોરારીબાપુએ વધુ જણાવ્યું હતું કે, એમનો કંઠ વૈકુંઠની યાદ અપાવે છે. કેવો સ્વર, કેવો સુર! વૈકુંઠ શબ્દનો સમજણ પૂર્વક પ્રયોગ કરું છું. કારણ કે, વૈકુંઠનું સંગીત સત્વપ્રધાન છે. લતાદીદી સંગીતમાં સત્વની પ્રધાનતા રહી છે. એમનાં સંગીતમાં કોઇ હોંશિયારી નહી પરંતુ હરિક્રિપા રહી છે. એમનાં નિર્વાણને પ્રણામ કરું છું. સૂર અને સ્વરના એક અદ્ભુત સાધિકા હવે આપણી વચ્ચે નથી, પરંતુ એમનું સંગીત આપણી સાથે રહેશે. આપ મૃત્યુ પામ્યાં નથી, શાશ્વતીને પામ્યાં છો.

અમિત શાહની ટ્વિટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સાથેના પોતાના કેટલાક ફોટોઝ પણ શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, સૂર અને સંગીતના પૂરક એવા લતા દીદીએ પોતાની સૂર સાધના અને મંત્રમુગ્ધ કરનારી વાણીથી ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મીઠાશથી તરબોળ કર્યા. સંગીત જગતના તેમના યોગદાનને શબ્દોમાં પરોવવું અશક્ય છે. તેમનું અવસાન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે, સમયે સમયે મને લતા દીદીના સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા. પોતાના અતુલનીય દેશપ્રેમ, મધુર વાણી અને સૌમ્યતા સાથે તેઓ હંમેશા આપણા વચ્ચે રહેશે. તેમના પરિવારજનો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ઓમ શાંતિ શાંતિ.

આ પણ વાંચો :સુર મહારાણી લતા દીદીએ સુપરહીટ ગુજરાતી ગીતોને પણ સ્વર આપ્યો,દિકરી તો પારકી થાપણ કહેવાય….

આ પણ વાંચો :લતાજીના નિધન પર અનુષ્કા શર્માએ ટ્વિટ કર્યું, કહ્યું- ભારત માટે ખૂબ જ દુઃખદ દિવસ

આ પણ વાંચો :ગોવાના આ મંદિરના પૂજારી હતા લતાજીના દાદા, અહીંથી મળ્યું હતું મંગેશકરનું ઉપનામ

આ પણ વાંચો :લતાજીએે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું, ત્યારે નેહરુની આંખો ભીની થઈ હતી