Not Set/ શેન વોર્નના નિધન પર સચિન તેંડુલકરે કહ્યું તમે ભારતીયો માટે ખાસ છો….

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું છે. શેન વોર્ન થાઈલેન્ડમાં હતો અને ત્યાં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો.

Top Stories Sports
1 8 શેન વોર્નના નિધન પર સચિન તેંડુલકરે કહ્યું તમે ભારતીયો માટે ખાસ છો....

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું છે. શેન વોર્ન થાઈલેન્ડમાં હતો અને ત્યાં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. આટલા મોટા દિગ્ગજની અચાનક વિદાયથી દરેકને આશ્ચર્ય થયું. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શેન વોર્નને યાદ કર્યા છે. શેન વોર્ન અને સચિન તેંડુલકર વચ્ચે એક અલગ સંબંધ હતો, જે દરેક ક્રિકેટ ચાહકોમાં આજેપણ જીવંત છે.

સચિન તેડુલકરે લખ્યું તમારી સાથે વિતાવેલી ક્ષણ ભૂલી શકાય એવી નથી તમે ફિલ્ડ કે બહાર મજાક કરવાના તમારા સ્વાભવને ક્યારે ભૂલી શકાય તેમ નથી, તમને ભારતીયો પ્રત્યે માન હતો અને ભારતીયોના મનમાં પણ તમારા પ્રત્યે ખુબ આદર છે,

1998માં શારજાહમાં જ્યારે સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઐતિહાસિક ડેઝર્ટ સ્ટોર્મ ઇનિંગ રમી હતી ત્યારે શેન વોર્ન તેનો સૌથી મોટો શિકાર બન્યા હતા. શેન વોર્ન અને સચિન તેંડુલકરની લડાઈ 2000ના દાયકાની શરૂઆતમાં ચરમસીમાએ હતી. આ જ કારણ છે કે શેન વોર્ને એકવાર કહ્યું હતું કે સચિન તેમના સપનામાં આવતો હતો.

મેદાનની અંદર જેટલો ઝઘડો થતો હતો તેટલો જ બંને મેદાનની બહાર પણ એટલા જ ગાઢ મિત્રો બની ગયા હતા. સચિન તેંડુલકર અને શેન વોર્નની સર ડોનાલ્ડ બ્રેડમેન સાથેની તસવીર હંમેશા હેડલાઈન્સમાં રહી છે. નિવૃત્તિ લીધા પછી પણ સચિન તેંડુલકર શેન વોર્નના સંપર્કમાં રહ્યો અને બંને એકસાથે ઘણી લીગ રમ્યા.