Not Set/ સતત ચોથા દિવસે પણ વધ્યા પેટ્રોલનાં ભાવ, ડીઝલમાં થયો ઘટાડો, જાણો તમારા મોટા શહેરોમાં શું છે દર

સોમવારે સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેનાથી ગ્રાહકોને થોડી રાહત મળી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ફરીથી ક્રૂડ તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યા છે. તેલ કંપનીઓએ સોમવારે દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. આ ચાર દિવસમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં […]

Business
petrol1 reuters small 1 સતત ચોથા દિવસે પણ વધ્યા પેટ્રોલનાં ભાવ, ડીઝલમાં થયો ઘટાડો, જાણો તમારા મોટા શહેરોમાં શું છે દર

સોમવારે સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેનાથી ગ્રાહકોને થોડી રાહત મળી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ફરીથી ક્રૂડ તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યા છે. તેલ કંપનીઓએ સોમવારે દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. આ ચાર દિવસમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 60 પૈસાનો વધારો થયો છે.

જોકે, દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં ડીઝલના ભાવમાં છ પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ચેન્નઇમાં લિટર દીઠ સાત પૈસા ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ક્રમશ 73.20, 75.91, 78.87 અને 75.08 છે. જોકે, ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ 65.85, 68.26, 69.07 અને 69.60 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયા છે.

 દેશનાં ચાર મહાનગરોમાં આવી છે પેટ્રોલનાં ભાવ                     પેટ્રોલ                                             ડિઝલ
નવી દિલ્હી 73.05 65.91
કોલકાતા 75.76 68.32
મુંબઈ 78.72 69.13
ચેન્નાઈ 76.11 69.84

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેંજ પર બ્રેન્ટ ક્રૂડનો જાન્યુઆરી ડિલીવરી કરાર સોમવારે 0.88 ટકાના ઘટાડા સાથે બેરલ $ 61.86 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, અમેરિકન લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટનો ડિસેમ્બર કરાર ન્યુ યોર્ક મર્ક ટાઇલ એક્સચેંજમાં 0.82 ટકા તૂટીને. 56.77 પર બેરલ હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Mantavyanews