viral post/ ફાધર-ડે નિમિત્તે શ્વેતા બચ્ચને કેપ્શન લખ્યું ‘રિશ્તે મેં તો સિર્ફ મેરે….લગતે હૈ’સોશિયલ મીડિયા પર વાયરલ

આ અવસર પર અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનની એક તસવીર પણ સામે આવી છે જેમાં બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

Top Stories Entertainment
9 21 ફાધર-ડે નિમિત્તે શ્વેતા બચ્ચને કેપ્શન લખ્યું 'રિશ્તે મેં તો સિર્ફ મેરે....લગતે હૈ'સોશિયલ મીડિયા પર વાયરલ

ફાધર-ડે નિમિત્તે સંતાનો પિતાને શુભેચ્છા પાઠવતા હોય છે.ફાધર્સ ડે 2022ના અવસર પર, બોલિવૂડ સેલિબ્રિટીઓ તેમના પિતાને શુભેચ્છા પાઠવે છે અને તેમના માટે ખાસ રીતે ભાવનાત્મક પોસ્ટ શેર કરે છે. આ અવસર પર અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનની એક તસવીર પણ સામે આવી છે જેમાં બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

ઉલ્લેથનીય છે કે  ફાધર્સ ડેના અવસર પર શ્વેતા બચ્ચને પોતે તેના પિતા સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં બંને એકસાથે બેસીને ખુશીથી હસતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન તેમની પુત્રીના ખભા પર માથું રાખે છે. જ્યારે શ્વેતા સેલ્ફી ક્લિક કરતી જોવા મળી રહી છે. આ સુંદર ઝલક શેર કરતાં શ્વેતાએ તેના પિતાની ફિલ્મનો એક પ્રખ્યાત ડાયલોગ ફરીથી બનાવ્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘રિશ્તે મેં તો સિર્ફ મેરે લગતે હો’.

Instagram will load in the frontend.

આ સાથે તેણે ‘ફાધર્સ ડે’ અને ‘ગર્લ ડેડ’ જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો બંનેની બોન્ડિંગને સુંદર કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બિગબીએ જે રીતે પોતાની ફિલ્મો દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે. તેવી જ રીતે તે પણ પોતાના પરિવાર સાથે મક્કમતાથી ઉભા છે. ખાસ કરીને તેની પુત્રી શ્વેતા સાથે તેનું બોન્ડિંગ ખૂબ જ ખાસ છે.

અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ સાથે તે રશ્મિકા મંદન્ના અને નીના ગુપ્તા સાથેની ફિલ્મ ‘ગુડ બાય’ અને દીપિકા પાદુકોણ સાથેની ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’માં પણ દેખાશે.