Political/ એકવાર ફરી મને નજરબંદ કરવામાં આવી, આ છે કાશ્મીરની વાસ્તવિક તસવીરઃ મહેબૂબા મુફ્તી

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમને બહાર જવાની પરવાનગી નહોતી.

Top Stories India
11 271 એકવાર ફરી મને નજરબંદ કરવામાં આવી, આ છે કાશ્મીરની વાસ્તવિક તસવીરઃ મહેબૂબા મુફ્તી

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમને બહાર જવાની પરવાનગી નહોતી. વાસ્તવમાં તે ત્રાલ પુલવામામાં એક પરિવારને મળવાની યોજના બનાવી રહ્યા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે સેના દ્વારા તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Crime / ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતા શરૂ કરાયો ટોલ ફ્રી નંબર, 1908 પર ફોન કરી આપી શકાશે ડ્રગ્સની માહિતી

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે, તેમને ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે. મુફ્તીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે ત્રાલ, પુલવામામાં સેનાનાં જવાનોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો અને આમાં પરિવારની એક મહિલા ઘાયલ થઈ હતી. મુફ્તીએ કહ્યું હતું કે તે બુધવારે પીડિત પરિવારની મુલાકાત લેશે. વળી, બુધવારે, મુફ્તીએ ટ્વીટ કર્યું, ‘સેના દ્વારા કથિત રીતે કૌટુંબિક હુમલા બાદ ત્રાલ રાઉન્ડ પર જવા માટે મને આજે મારા જ ઘરમાં બંધ કરી દેવામાં આવી છે. આ કાશ્મીરની વાસ્તવિક તસવીર છે. ભારત સરકારે Picnic tour ને બદલે મુલાકાતી પ્રતિનિધિ મંડળને આ તસવીર બતાવવી જોઈએ. ટ્વીટમાં એક તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં ગુપકર રોડ પર તેના ઘરનાં મુખ્ય ગેટ પર સેનાનાં વાહનો દેખાય છે.

આ પણ વાંચો – પંજાબ / નવજોત સિંહ સિદ્ધુના નજીકના સહયોગી રઝિયા સુલ્તાનાએ પંજાબના મંત્રી પદેથી રાજીનામું આપ્યું

આ પહેલા સોમવારે તેમણે રાજ્યમાં ખાસ કરીને કાશ્મીરમાં પત્રકારોને હેરાન કરવાનો આરોપ લગાવતા પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ઘાટીમાં તપાસ સમિતિ મોકલવા વિનંતી કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે આ સંદર્ભમાં પ્રેસ કાઉન્સિલને પત્ર પણ લખ્યો છે. દરમિયાન, તેમના પક્ષનાં કાર્યકરોએ ગ્રીષ્મકાલીન રાજધાનીમાં પાર્ટી કાર્યાલયની બહાર મીડિયાની સ્વતંત્રતા અને અધિકારોનાં કથિત ઉલ્લંઘન સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.