Covid-19/ દેશમાં ચારમાંથી એક શખ્સને મળી Vaccine, જલ્દી જ કોરોનાથી મળશે રાહત

કોરોના રસીકરણ અભિયાનમાં મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. હવે દર 4 લાભાર્થીઓમાંથી એક એટલે કે ભારતમાં 24.8% લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થઈ ગયું છે

Top Stories India
11 260 દેશમાં ચારમાંથી એક શખ્સને મળી Vaccine, જલ્દી જ કોરોનાથી મળશે રાહત

ભારતમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. હવે દર ચાર લાભાર્થીઓમાંથી એક એટલે કે ભારતમાં 24.8% લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થઈ ગયું છે એટલે કે બંને ડોઝ લેવામાં આવ્યા છે. વળી, 43.5% લોકોને રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી છે.

આ પણ વાંચો – Political / દેશનાં કરોડો લોકોને લાગવા લાગ્યું છે કે જો કોંગ્રેસ નહી ટકે તો દેશ નહી ટકેઃ કનૈયા કુમાર

દેશમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. સાથે મોતનો આંકડો પણ ઘટી રહ્યો છે. આ મહામારીથી બચવા માટે જનતાને વેક્સિન લેવા માટે સતત કહેવામાં આવી રહ્યુ છે, જેની અસર હવે સ્પષ્ટપણે દેખાઇ રહી છે. મંગળવારે દેશનાં ચાર લાભાર્થીઓમાંથી એક એટલે કે ભારતમાં 24.8 ટકા લોકોએ કોરોના રસી લઇ લીધી છે. ભારતે આ સ્થિતિ એવા સમયે હાંસલ કરી છે જ્યારે દેશમાં કોરોનાનાં સક્રિય કેસ છ મહિનાથી વધુ સમય પછી 3 લાખથી નીચે આવી ગયા છે. મંગળવાર સાંજ સુધીનાં ડેટા અનુસાર, ભારતમાં 64.25 કરોડ લોકોને કોરોના રસીનાં 87.62 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હવે ભારત ચીન પછી બીજો દેશ છે જ્યાં સૌથી વધુ લોકોને કોવિડ રસીનો એક જ ડોઝ મળ્યો છે. તેમાંથી 23 કરોડ 36 લાખ લોકોને કોરોના રસીનાં બંને ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે બાકીનાં 44 કરોડ 89 લાખ લોકોને રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી છે. આનો અર્થ એ થયો કે દેશની 18.8 વર્ષથી ઉપરની વસ્તીનાં 24.8% લોકોને રસી આપવામાં આવી છે. બુધવારે આ આંકડો 25 ટકાને પાર કરી જશે.

આ પણ વાંચો – વરસાદ / હવે અતિવૃષ્ટિનો ખતરો, રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ, ડેમમાં પાણીની આવક વધી

બીજી બાજુ, ભારતનાં સાત મુખ્ય રાજ્યો હજુ પણ રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ છે. ઉત્તરપ્રદેશમાં બંને ડોઝની સરેરાશ 13.6 ટકા છે, બિહારએ 14.5 ટકા રસીકરણ પૂર્ણ કર્યું છે અને ઝારખંડમાં 16.2 ટકા પુખ્ત વયનાં લોકોએ બંને ડોઝ મેળવ્યા છે. રસીકરણની બાબતમાં, ભારતે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 22.5 કરોડ ડોઝ આપ્યા છે, જ્યારે મહિનો પૂર્ણ થવામાં હજુ બે દિવસ બાકી છે. વળી, ઓગસ્ટ મહિનામાં, ભારતમાં કુલ 18.35 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, એટલે કે દરરોજ 59 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા હતા. સપ્ટેમ્બરમાં આ આંકડો સરેરાશ 80 લાખ પ્રતિ દિવસ થયો છે.