ગુજરાત/ રાજકોટમાં TRP ગેમઝોન આગકાંડમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું

TRP ગેમઝોન અગ્નિકાંડ ઘટનાએ રાજ્યભરમાં હોબાળો મચાવ્યો છે. ગેમઝોન આગકાંડને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 05 29T125432.579 રાજકોટમાં TRP ગેમઝોન આગકાંડમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું

રાજકોટઃ TRP ગેમઝોન આગકાંડ ઘટનાએ રાજ્યભરમાં હોબાળો મચાવ્યો છે. ગેમઝોન આગકાંડને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ મામલે તંત્ર તરફથી ઢીલી નીતિ અપનાવવામાં આવતી હોવાનું લાગતા લોકોએ હાઈકોર્ટનો સહારો લીધો. હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળું જાગતા આગકાંડમાં સંડોવાયેલા લોકોની ધરપકડનો દોર શરૂ થયો છે. તેમજ તંત્ર દ્વારા લાયસન્સ, NOC વગરના ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જનઆક્રોશને પગલે તંત્ર દ્વારા પણ ગેમઝોન આગકાંડની તપાસ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ આ મામલામાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગેમઝોન આગકાંડમાં જવાબદાર મનાતા એવા વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગેમઝોનની જગ્યાના માલિકની ધરપકડ કરી. ક્રાઈમ બ્રાન્ચે ગેમઝોન કાંડને લઈને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી. જ્યારે હજુ પણ એક આરોપી અશોકસિંહ જાડેજા પોલીસની પકડથી દૂર છે.

રાજ્યમાં ઉહાપોહ મચાવનાર TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં મોતનો આંક 33 સુધી પંહોચ્યો છે. આ અગ્નિકાંડમાં પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ ઘટના બાદ તમામ લોકો એકઅવાજે પોકાર કરી રહ્યા છે કે આગકાંડમાં જવાબદાર લોકોને સજા કરવામાં આવે.  TRP ગેમઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત મેનેજર નિતિન જૈનની પણ ધરપકડ કરાઈ છે. રાજ્ય સરકારે ગેમઝોન આગકાંડ બાદ મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સહિત કેટલાક અધિકારીઓની બદલીઓ કરી છે.  આગકાંડ મામલે વધુ કાર્યવાહી કરતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આગકાંડ મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે IPCની કલમ 304, 308, 337, 338 અને કલમ 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ગેમઝોન આગકાંડ મામલે હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું. તંત્ર દ્વારા રાજ્યભરમાં લાયસન્સ, NOC વગરના ગેમઝોનની ચકાસણી હાથ ધરવામાં આવી. તેમજ સેફ્ટી અને મંજૂરીના મેળવી હોય તેવા ગેમઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી. રાજકોટ આંગકાડ બાદ ક્રાઇમ બ્રાન્ચે 8 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. જો કે આ ગેમ ઝોનના સંચાલકો હાલમાં રફુચક્કર થયા છે. પોલીસ ફરાર થયેલ સંચાલકોની શોધ કરી રહી છે. રાજકોટની ટીઆરપી ગેમઝોન આગકાંડના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા મનોરંજનના એકમો, વ્યાવસાયિક એકમો ઉપરાંત શૈક્ષણિક સંકુલના એકમો પર પણ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરતા બેદરકાર એકમો વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ