હિંસા/ જુહાપુરામાં વધુ એક ગુનાખોરીનો બનાવ, પોલીસની કામગીરીની કોઈ અસર નહીં ?

કોઈ પણ સમાચાર પત્ર કે ન્યુઝ ચેનલની એવી ભાવના હોતી નથી કે કોઈ એક વિસ્તારની છબી ખરાબ કરવા માટેની કોશિશ કરે. પોલીસ સ્ટેશનના ચોપડે જે ફરિયાદો લોકો દ્વારા દાખલ થતી હોય છે તે જ પુરાવાના આધારે સમાચાર ત્યાર થતા હોય છે. શહેરમાં મોટાભાગના તમામ વિસ્તારોમાં ગુનાખોરીના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. પરંતુ, જુહાપુરામાં ગુનાખોરી […]

Ahmedabad Gujarat
crime bug જુહાપુરામાં વધુ એક ગુનાખોરીનો બનાવ, પોલીસની કામગીરીની કોઈ અસર નહીં ?

કોઈ પણ સમાચાર પત્ર કે ન્યુઝ ચેનલની એવી ભાવના હોતી નથી કે કોઈ એક વિસ્તારની છબી ખરાબ કરવા માટેની કોશિશ કરે. પોલીસ સ્ટેશનના ચોપડે જે ફરિયાદો લોકો દ્વારા દાખલ થતી હોય છે તે જ પુરાવાના આધારે સમાચાર ત્યાર થતા હોય છે. શહેરમાં મોટાભાગના તમામ વિસ્તારોમાં ગુનાખોરીના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. પરંતુ, જુહાપુરામાં ગુનાખોરી એટલી હદે વધી ગઈ છે કે અખબારોમાં રોજ જુહાપુરાના ગુનાહિત બનાવો છપીને આવી રહ્યા છે અને લોકો પણ પોતાને જુહાપુરામાં અસલામત અનુભવી રહ્યા છે.

જુહાપુરામાં ગુંડાઓ અને લુખ્ખાઓનો આતંક ખુબજ વધારે છે તેમજ આ વિસ્તારોમાં અનેક ગેંગ પણ સક્રિય થઇ છે અને તે ગેંગના માણસો જાહેર રોડ ઉપર જુહાપુરાના સ્થાનિકોની સાથે દાદાગીરી કરે છે અને તેમની સાથે મારામારી કરીને તેમની કિંમતી વસ્તુઓને નુકશાન પહોંચાડે છે. લુખ્ખાઓની દાદાગીરીથી લોકો ખુબજ કંટાળી ગયા છે અને જુહાપુરાને ક્રાઇમ મુક્ત બનાવવા માટે પોલીસ વિભાગને આજીજીઓ ઉપર આજીજી કરી રહ્યા છે. પરંતુ, ખબર નહિ કેમ જુહાપુરામાં ગુનાખોરી અને ગુનેગારો ઉપર કાબુ મેળવવામાં પોલીસ અસફળ થઇ રહી છે તે લોકોની સમજની બહાર છે.

તાજેતરની જો વાત કરવામાં આવે તો જુહાપુરામાં ગઈ કાલે રોયલ અકબર ટાવરની પાછળ માથકૂટ થઇ હતી. જેમાં નસીબ જાન નામની મહિલાએ અંગત અદાવતમાં તાજ મોહમ્મ્દ પઠાણ નામની વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાએ ફરિયાદીને જાહેરમાં જ હાથ પગ તોડાવી દેવાની ધમકી આપીને ભીબતત્સ ગાળો બોલીને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપતા ફરિયાદીએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી વેજલપુર પોલીસે ઘટના સ્થળે જઈને ફરિયાદીની જુબાનીના આધારે એફઆઈઆર નોંધીને મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.