બોલિવૂડ/ દિવંગત અભિનેતા કાદરખાનના મોટા પુત્ર અબ્દુલ કુદ્દુસનું કેનેડામાં અવસાન, એરપોર્ટ પર સુરક્ષા અધિકારી હતા

દિવંગત અભિનેતા કાદરખાનના મોટા પુત્ર અબ્દુલ કુદ્દુસ કેનેડામાં અવસાન પામ્યા છે. અબ્દુલ કાદરખાનની પહેલી પત્નીના મોટા પુત્ર હતાં. અબ્દુલ પરિવાર સાથે કેનેડામાં રહેતા હતાં અને સુરક્ષા અધિકારી તરીકે એરપોર્ટ પર નોકરીકરતા હતાં.

Trending Entertainment
kadar son દિવંગત અભિનેતા કાદરખાનના મોટા પુત્ર અબ્દુલ કુદ્દુસનું કેનેડામાં અવસાન, એરપોર્ટ પર સુરક્ષા અધિકારી હતા

દિવંગત અભિનેતા કાદરખાનના મોટા પુત્ર અબ્દુલ કુદ્દુસ કેનેડામાં અવસાન પામ્યા છે. અબ્દુલ કાદરખાનની પહેલી પત્નીના મોટા પુત્ર હતાં. અબ્દુલ પરિવાર સાથે કેનેડામાં રહેતા હતાં અને સુરક્ષા અધિકારી તરીકે એરપોર્ટ પર નોકરીકરતા હતાં. વિરલ ભિયાણીએ ઇંસ્ટાગ્રામ પર અબ્દુલના નિધન અંગેની માહિતી શેર કરી છે.

Sarfaraz Khan Denied Reports Claiming his Father, Actor Kader Khan, has Died

.2018 માં, કાદરખાનનું કેનેડામાં 81 વર્ષની વયે અવસાન થયું હતું. 21 ડિસેમ્બરે કાદરખાને અંતિમ શ્વાસ લીધા હતાં. બોલિવૂડ અભિનેતા કાદરખાને  300 થી વધુ ફિલ્મોમાં અભિનયથી માંડીને સંવાદ લખનાર અજારા ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ પુત્રો છે, જેમાંથી અબ્દુલ કુદ્દસ સૌથી મોટા પુત્ર હતાં.

Kader Khan funeral: Son Sarfaraz and family bury veteran actor in Canada -  Movies News

અભિનેતા હોવાને કારણે કાદર ખાનના ઘરે અભિનયનું વાતાવરણ હતું. એક બાળક તરીકે, જ્યારે તેનો પુત્ર સરફરાઝ ટેલિવિઝન જોતા હતાં, ત્યારે તેને લાગ્યું કે તેણે પણ અભિનય કરવો જોઈએ. એ જ વાતાવરણ જોતા સરફરાઝે અભિનેતા બનવાનું વિચાર્યું પણ. પરંતુ સરફરાઝે ક્યારેય તેના પિતાને આ સ્વપ્ન વિશે કહ્યું નહીં. કાદર ખાન નહોતા ઈચ્છતાં  કે તેનો કોઇ પણ પુત્ર અભિનેતા બને.

Kader Khan's son Sarfaraz breaks down recalling last moments: He struggled  to kiss me but could not - Movies News

જોકે, સરફરાઝ ખાન ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી શક્યો ન હતાં. સરફરાઝ સલમાન ખાન સાથે ‘તેરે નામ’ અને ‘વોન્ટેડ’ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ પછી સરફરાઝ હવે એક્ટિંગ એકેડેમી ચલાવી રહ્યા છે જેમાં તે નવા છોકરા-છોકરીઓ અભિનય વર્કશોપ ચલાવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…