Not Set/ વધુ એક પરીક્ષામાં ગેરરીતી? AMCની જુનિયર કલાર્કની પરીક્ષામાં ફરી ઉઠ્યા વિવાદનાં સુર

ગુજરાતની ફરી એક પરીક્ષા કલંકીત જોવા મળી રહી છે. એક પરીક્ષાની કલંકીત શાહી હજુ સુકાઇ નથી, લોકરક્ષની પરીક્ષાની બબાલ ચાલી રહી છે ત્યા ફરી એકવાર ગુજરાતનાં લાખો બેરોજગારો(શિક્ષીત બેરોજગાર કહેવુ વધુ યોગ્ય રહેશે)ની સાથે મજાક કરવામાં આવી હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. જી હા જેમા નોકરીનાં હજારો યુવાનોએ સપના જોયા હશે, અને કેટલોય સમય આ […]

Top Stories Ahmedabad Gujarat
વધુ એક પરીક્ષામાં ગેરરીતી? AMCની જુનિયર કલાર્કની પરીક્ષામાં ફરી ઉઠ્યા વિવાદનાં સુર

ગુજરાતની ફરી એક પરીક્ષા કલંકીત જોવા મળી રહી છે. એક પરીક્ષાની કલંકીત શાહી હજુ સુકાઇ નથી, લોકરક્ષની પરીક્ષાની બબાલ ચાલી રહી છે ત્યા ફરી એકવાર ગુજરાતનાં લાખો બેરોજગારો(શિક્ષીત બેરોજગાર કહેવુ વધુ યોગ્ય રહેશે)ની સાથે મજાક કરવામાં આવી હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. જી હા જેમા નોકરીનાં હજારો યુવાનોએ સપના જોયા હશે, અને કેટલોય સમય આ પરીક્ષા માટે તનતોડ મહેનત પણ કરી હશે તેવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર કલાર્કની પરીક્ષામાં ગેરરિતીનાં આક્ષેપો થયા હોવાનું સામે આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર કલાર્કની પરીક્ષામાં 434 જગ્યા માટે લગભગ દોઢ લાખથી વધારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રાજ્ય ભરમાંથી ઉમેદવારો અમદાવાદ પરીક્ષા આપવા પહોચ્યા અને પરીક્ષા આપી હતી. પોતે કરેલી સારી તૈયારીઓનાં આઘારે સરકારી નોકરીનાં સપના પણ જોયા હશે. પરંતુ ગેરરીતિનો અજગરી ભરડો આ પરીક્ષાને પણ ભરખી ગયો હોવાનું સામે આવી રહ્યું છે.

AMCની જુનિયર કલાર્કની પરીક્ષામાં વિવાદથી રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડની આશંકા જાગી છે. એક જ પરિવારના સભ્યો પાસ થયાની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જો કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી યાદીની પુષ્ટી મંતવ્ય ન્યૂઝ  દ્યાવારા આપવામાં આવી રહી નથી. પરંતુ  વાઇરલ થયેલી યાદીથી ફરી પરીક્ષા પર પ્રશ્નાર્થ તો જરૂર ઉઠી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે આ પરીક્ષા લેવા સમયે પણ ગેરરીતીના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ભારે ઉહાપો જોવામાં આવ્યા હતો. પરીક્ષાખંડમાં ગેરરીતી થઇ હોવાનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. મણીનગરનમાં આવેલી શ્રી રાજાભગત વિદ્યાલયમાં ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.