દિલ્હી
કાશ્મીરમાં સરહદ પર થઇ રહેલી આતંકવાદી પ્રવૃતિ ભારતના આર્મીના ચીફ બિપીન રાવતે પાકિસ્તાન સરકાર અને ત્યાની સેના પર કડક કાર્યવાહી કરવાના સંકેતો આપ્યાં છે.એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં સેના ચીફ બિપીન રાવતે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં સેના અને આઇએસઆઇ ત્યાંની સરકારના કન્ટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી સરહદ પર હાલત નહીં સુધરે.
આર્મી ચીફ બિપીન રાવતે ત્યાં સુધી કહી દીધું કે હાલ જે રીતે સંજોગો ચાલી રહ્યાં છે તે જોતાં આતંકવાદીઓ વિરૂધ્ધ એક વધુ સર્જીકલ સ્ટ્રાઇકની જરૂર છે.
આર્મી ચીફ બિપીન રાવતે તાજેતરમાં કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઇક સરપ્રાઇઝ હથિયાર છે.તેને સરપ્રાઇઝ જ રહેવા દો.
ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્રારા હવે સતત પોલિસકર્મીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
આતંકવાદીઓની આ નવી ઓપરન્ડી સામે સેનાના ચીફ બિપીન રાવતે કહ્યું કે પોલિસને ટાર્ગેટ કરવો તે આતંકવાદીઓની નિરાશા બતાવે છે.આર્મી કાશ્મીરમાં તેના ઓપરેશન ચાલુ રાખશે.
કાશ્મીરની હાલની સ્થિતિ વિશે બોલતાં આર્મી ચીફે કહ્યું કે આજે કાશ્મીરમાં સામાન્ય માણસો મુશ્કેલીમાંથી પસાર થાય છે અને બીજી તરફ ઉગ્રવાદીઓના પરિવારજનો વિદેશમાં જઇને લહેર કરે છે.કાશ્મીરમાં આતંકવાદીઓ બેકાર યુવાનોને ઉશ્કેરીને તેમને નોકરી છોડીને આતંકી બનવાનું કહે છે.