રાજકીય/ કોંગ્રસમાં રહેલા નકામના લોકોને લઇ જવા ભાજપને ખુલ્લુ આમંત્રણ આપતા રાહુલ ગાંધી

ગુજરાત ભાજપ કોંગ્રેસયુક્ત થતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં મોટા પાયે જોડાઈ રહ્યા છે. ત્યારે આવા નેતાઓ ઉપર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ ભાજપને સામેથી કોંગ્રસમાં રહેલા નકામના લોકોને લઇ જવા આમંત્રણ આપ્યું હતુ.

Top Stories Gujarat Others
કોંગ્રસમાં રહેલા નકામના લોકોને લઇ જવા ભાજપને ખુલ્લુ આમંત્રણ આપતા રાહુલ ગાંધી
  • કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીનું આહવાન
  • રાહુલ ગાંધીનો જોવા મળ્યો આધ્યાત્મિક અંદાજ
  • કોંગ્રેસમાં ફાઇવ સ્ટાર નેતાઓ પર રાહુલના પ્રહાર
  • ભાજપ કરે છે વૈઘાનિક સંસ્થાઓનો ગેરઉપયોગ – રાહુલ ગાંધી
  • પરિવર્તન માટે મને પાંચ પાંડવોની જરુર – રાહુલ ગાંધી
  • ગુજરાતીઓ છે વૈશ્વિક જાતિ – રાહુલ ગાંધી

દ્વારકામાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરી ભાજપ સરકાર જાહેર સંસ્થાઓનો ગેરઉપયોગ કરે છે તેવો આક્ષેપ કર્યો. રાહુલ ગાંધીએ કોંગ્રસને સત્ય સાથે અને ભાજપને ભ્રમ તરીકે ઓળખાવી કોંગ્રેસ કાર્યકરોને નિડર બનવા હાકલ કરી છે. કૃષ્ણનગરી દ્વારકા ખાતે પ્રદેશ કોંગ્રેસની ત્રી-દિવસીય ચિંતન શિબિર યોજાઇ છે. આજે બીજા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આધ્યાત્મિક અંદાજ જોવા મળ્યો. 2022માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે-સાથે સત્તાને તેમણે માયા તરીકે પણ ઓળખાવી.

ગુજરાત ભાજપ કોંગ્રેસયુક્ત થતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં મોટા પાયે જોડાઈ રહ્યા છે. ત્યારે આવા નેતાઓ ઉપર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ ભાજપને સામેથી કોંગ્રસમાં રહેલા નકામના લોકોને લઇ જવા આમંત્રણ આપ્યું હતુ. અને હજુ પણ જે લોકો કોંગ્રેસમાં છે તે જ માત્ર કામના છે તેમ જણાવ્યું હતું.  ગુજરાતમાં કોંગ્રેસ જમીન સાથે જોડાયેલા કાર્યકરોને પ્રધાન્ય આપશે કહી રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં ફાઇવસ્ટાર નેતાઓની હવા કાઢી હતી.  ગુજરાતની ભૂમિ પર રાહુલ ગાંધીએ ગુજરાત અને ગુજરાતીઓની આગવી વૈશ્વિક ઓળખને બિરદાવી હતી.

દ્વારકાની ભૂમિ પર રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીને પાંડવોની પાર્ટી અને ભાજપને કૌરવોની પાર્ટી કહી. એક તરફ રાજ્યના અનેક નેતાઓ કમલમ જઇ કેસરિયો ધારણ કરે છે, ત્યારે રાહુલ ગાંધી શું મૃતપ્રાય કોંગ્રેસને નવસર્જન કરી શકશે.

મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનું મોત

મ્યુનિ. શાળાઓમાં પ્રવાસી શિક્ષકની પ્રથા દાખલ કરાઇ

ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ

પૂર્વ બોક્સર અને મેયરે પોતાના દેશની ઈજ્જત બચાવવા દુશ્મનો સામે ઉપાડી બંદૂક