Not Set/ વરસાદ હોય કે નહીં, અમદાવાદમાં ભૂવા તો પડે જ પડે હો….

અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભુવા પડવાનો સિલસિલો જોવામાં આવી રહ્યો છે. અમદાવાદીઓને સારો વરસાદ પડ્યાની જેટલી ખુશી નથી હોતી એટલું દુખ હમેંશા વરસાદી સિઝનમાં ભૂવાનું ભૂત ધુણવાનું હોય છે. વરસાદ પડે અને તેમા પણ જો પાણી ભરાય જાય એટલો વરસાદ પડે તો ઘરની બહાર વાહન લઇને નિકળતો સરેસાર અમદાવાદી વરસાદ કે વરસાદી ઠંડીથી નહીં પરંતુ […]

Ahmedabad Gujarat
c33c29691878e4c36c1dd102cd7eaf1d વરસાદ હોય કે નહીં, અમદાવાદમાં ભૂવા તો પડે જ પડે હો....
c33c29691878e4c36c1dd102cd7eaf1d વરસાદ હોય કે નહીં, અમદાવાદમાં ભૂવા તો પડે જ પડે હો....

અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ભુવા પડવાનો સિલસિલો જોવામાં આવી રહ્યો છે. અમદાવાદીઓને સારો વરસાદ પડ્યાની જેટલી ખુશી નથી હોતી એટલું દુખ હમેંશા વરસાદી સિઝનમાં ભૂવાનું ભૂત ધુણવાનું હોય છે. વરસાદ પડે અને તેમા પણ જો પાણી ભરાય જાય એટલો વરસાદ પડે તો ઘરની બહાર વાહન લઇને નિકળતો સરેસાર અમદાવાદી વરસાદ કે વરસાદી ઠંડીથી નહીં પરંતુ રસ્તામાં જતા ક્યાક ભૂવામાં અચાનક ગરક ન થઇ જાય તેવા ભયથી થરથરતો હોય છે. 

988fbd4b694a107256f3249e67445a08 વરસાદ હોય કે નહીં, અમદાવાદમાં ભૂવા તો પડે જ પડે હો....

આ વર્ષે પણ હમેંશની જેમ જ ગુજરાતનાં ગ્રેટ સીટી અને ભારતનાં જેનું નામ સ્માર્ટ સીટી લીસ્ટમાં મોખરે હોય છે તેવા અમદાવાદની સ્માર્ટનેશને ભૂવાએ કલંકીત કરી દીઘી છે. સામાન્ય કહી શકાય તેવા વરસાદમાં શહેરનાં માણેકબાગ અને દાણીલીમડા વિસ્તારમાં ભુવોઓ પડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. 

739c03b256ecead3ee133b61e7d0223d વરસાદ હોય કે નહીં, અમદાવાદમાં ભૂવા તો પડે જ પડે હો....

માણેકબગમાં તો ભૂવો એટલો મોટો અને મોકાની જગ્યા શોધી પડ્યો હોવાનુુ સામે આવે છે કે, એક બાજુનો રસ્તો બંધ કરવો પડ્યો છે. કરોડોનાં ખર્ચ બાદ પણ શહેરીજનોને સારા અને સલામત રસ્તાની સુવિધા નહીં મળી હોવાનું દુખતો અમદાવાદીઓ પહેલેથી જ વેઠી રહ્યા છે, ત્યારે ઉલ્લેખનીય છે કે, પ્રિમોન્સૂન કામગીરી પાછળ પણ કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરે છે, તેના કારણે પણ લોકોમાં દુખ યુક્ત વિનોદનો ભાવ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews