Political/ ચૂંટણી પૂર્વે ટીએમસીને વધુ એક ઝટકો, હવે આ મંત્રીએ આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વિધાનસભાની ચૂંટણી (પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021) પહેલા સતત આંચકો લાગી રહ્યો છે…

India
નલિયા 30 ચૂંટણી પૂર્વે ટીએમસીને વધુ એક ઝટકો, હવે આ મંત્રીએ આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વિધાનસભાની ચૂંટણી (પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021) પહેલા સતત આંચકો લાગી રહ્યો છે. દરમિયાન ફરી એકવાર ટીએમસીને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, મંગળવારે લક્ષ્મી રતન શુક્લાએ તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રતન શુક્લા મમતા બેનર્જી સરકારમાં મંત્રી અને ભૂતપૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસને સતત ઝટકો મળી રહ્યો છે. ટીએમસી સરકારમાં પરિવહન પ્રધાન રહી ચૂકેલા શુભેન્દુ અધિકારીએ એક મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા સરકારનાં અન્ય મંત્રીએ રાજીનામું આપી દીધું છે. તેમણે હાવડાનાં ટીએમસી જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું પણ આપ્યું હતું. જો કે લક્ષ્મી રતન હજી પણ તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્ય તો છે. આપને જણાવી દઇએ કે, લક્ષ્મી રતન શુક્લા બંગાળ સરકારમાં રમત પ્રધાન હતા, પરંતુ તેમણે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, હાલમાં તે ટીએમસીનાં ધારાસભ્ય છે. સૂત્રો કહે છે કે લક્ષ્મી રતન શુક્લા હવે રાજકારણ છોડવા માંગે છે. તેમણે માત્ર મંત્રી પદ જ નહીં પણ હાવડાનાં ટીએમસી જિલ્લા પ્રમુખ પદ પરથી પણ રાજીનામું આપી દીધુ છે.

આપને જણાવી દઇએ કે, આ ચૂંટણી રાજ્યમાં એપ્રિલ-મે 2021 માં યોજાવાની સંભાવના છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં, બંગાળમાં નંદીગ્રામ ચળવળનો ચહેરો રહેલા શુવેન્દુ અધિકારી સહિતનાં ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા ત્યારે મમતા બેનર્જીને મોટો આંચકો લાગ્યો હતો. અન્ય નેતાઓમાં વર્ધમાન પૂર્વ લોકસભા બેઠકનાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ સુનિલ મંડળ, બે વખત તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્યો બનાશ્રી મૈતી, શીલભદ્ર દત્તા, વિશ્વજિત કુંડુ, શુક્ર મુંડા અને સૈકત પાંજા, સીપીઆઈનાં તાપસી મંડળ, સીપીઆઇનાં અશોક ડિંડા અને કોંગ્રેસનાં ધારાસભ્ય સુદિપ મુખર્જીનો સમાવેશ થાય છે.

Maharastra / CM ઉદ્ધવ ઠાકરેના સંબોધનને લઇને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ, R…

AMERICA / ભારતીય મૂળના નીરજ અંતાણીએ ઓહિયોના સેનેટર તરીકે શપથ લીધા…

Vaccine / સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસ રસીકરણની ડ્રાય રન સફળતાપૂર્ણ …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો