Not Set/ લ્યો બોલો !! હવે રાજ્ય સરકારો, વિદેશી ડુંગળી ખરીદવા તૈયાર નથી, રામ વિલાસનો વલોપાત

ડુંગળી મામલે ભારત સરકારની હાલત “ઘોડા વછુટી ગયા પછી, તબેલાને તાળા મારવા” જેવી થઇ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે અને આ વાતની પુષ્ટી કેન્દ્રીય નાગરીક પુરવઠા મંત્રી રામ વિલાસ પાસવાનો ડુંગળીની ખરીદી મામલે વલોપાત આપી રહ્યો છે. કેન્દ્રીય નાગરીક પુરવઠા મંત્રી રામ વિલાસ પાસવાન દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે જેમાં તેણે કહ્યું કે ” […]

Top Stories India
ram vilash pashwan લ્યો બોલો !! હવે રાજ્ય સરકારો, વિદેશી ડુંગળી ખરીદવા તૈયાર નથી, રામ વિલાસનો વલોપાત

ડુંગળી મામલે ભારત સરકારની હાલત “ઘોડા વછુટી ગયા પછી, તબેલાને તાળા મારવા” જેવી થઇ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે અને આ વાતની પુષ્ટી કેન્દ્રીય નાગરીક પુરવઠા મંત્રી રામ વિલાસ પાસવાનો ડુંગળીની ખરીદી મામલે વલોપાત આપી રહ્યો છે. કેન્દ્રીય નાગરીક પુરવઠા મંત્રી રામ વિલાસ પાસવાન દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે જેમાં તેણે કહ્યું કે ” હવે રાજ્ય સરકારો, વિદેશી ડુંગળી ખરીદવા તૈયાર નથી”

આપને જણાવી દઇએ કે, દેશમાં ડુંગળીના ભાવ હજી આકાશને સ્પર્શે હતા અને છે. ઘણા રાજ્યોમાં ડુંગળી સો રૂપિયાની આસપાસ છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે, રાજ્ય સરકારો વિદેશથી આયાત કરવામાં આવતી ડુંગળી ખરીદવા તૈયાર નથી.

એક માધ્યમ સાથે વાત કરતા લોક જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું કે અમે ડુંગળીની જેટલી જરૂરિયાત હોય, તેટલી રાજ્ય સરકારને આપવા તૈયાર છીએ.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં દસ હજાર ટન ડુંગળીની આયાત કરવામાં આવી છે. પ્રથમ માલ 15 ડિસેમ્બરે તુર્કીથી આવ્યો હતો, પરંતુ હવે કોઈ પણ રાજ્ય તેને ખરીદવામાં રસ દાખવી રહ્યું નથી. આમ ડુંગળી મામલે કહી શકાય કે પહેલા પ્રજાને રડાવી હવે પ્રધાનને પણ રડાવી રહી છે ગરીબોની કસ્તુરી ડુંગરી

10 ડિસેમ્બર 2019 ના રોજ, લોકસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં, ખાદ્ય પદાર્થોની 22 આવશ્યક વસ્તુઓમાંથી 20 ની કિંમતમાં વધારો થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે માંગ અને સપ્લાયમાં તફાવત હોવાને કારણે ખાદ્ય અને ભોજન મોંઘા થઈ ગયા છે. આ મંત્રાલય ગ્રાહક બાબતો તેમજ દેશમાં માંગ અને સપ્લાય પર નજર રાખે છે.

કેન્દ્રીય મંત્રી પાસવાને એમ પણ કહ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં ખરાબ હવામાનને કારણે ભાવમાં વધારો થયો છે. વર્ષ 2019 માં દેશના જુદા જુદા ભાગોમાં વાતાવરણ વગરના વરસાદને લીધે, મોટા પ્રમાણમાં પાક બરબાદ થયા હતા, જે વર્ષ 2020 માં પણ જોવા મળશે. આ વર્ષે ખાવા પીવાનું વધુ ખર્ચાળ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.