વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના કેન્દ્રીય કેબિનેટે બુધવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (ત્રીજા તબક્કો) હેઠળ મે અને જૂનમાં ગરીબોને વધારાના અનાજ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ વધારાના અનાજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ લાભાર્થીઓની શ્રેણીમાં આશરે 79.88 કરોડ લોકોને આપવામાં આવશે. આ લોકોને દરેકને મે અને જૂન મહિનામાં 5-5 કિલો અતિરિક્ત અનાજ આપવામાં આવશે.
બેઠક બાદ જણાવવામાં આવ્યું કે 79.88 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપવા માટે આશરે 80 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે. વધારાના અનાજને બે મહિના સુધી પહોંચાડવા માટે સરકારે આશરે 2573.4 કરોડ રૂપિયાના ખાદ્ય સબસિડીનો ભાર 36799.2 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન ચોખા અને મેટ્રિક ટન ઘઉંના રૂ.25332.92 ચૂકવવા પડશે.
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા અનાજની રાજ્ય મુજબની ફાળવણીનો નિર્ણય એનએફએસએના ડેટાના આધારે લેવામાં આવશે.