ઓડિશાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ તેની પત્નીના ખાનગી ભાગોમાં દારૂની બોટલ નાખી દીધી હતી. પત્નીનો દોષ એ હતો કે તેણે તેના પતિના કહેવા પર દેહવ્યાપાર કરવાનો ઇનકાર કર્યો હતો. મળતી માહિતી મુજબ, કંધમાલ જિલ્લાના તુમુડીબંધની રહેવાસી આ મહિલાના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. આરોપી ચંદન આચાર્ય વ્યવસાયે ઓટો ડ્રાઇવર છે. તે તેની પત્ની અને તેની 5 વર્ષની પુત્રી સાથે પોલીસ સીમા નજીક પદ્માવતી વિહાર ખાતે ભાડે મકાનમાં રહેતો હતો.
મહિલાએ ચંદ્રશેખરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ લગ્નના ત્રણ વર્ષ પછી જ તેના પતિએ તેને દેહવ્યાપાર કરવાની ફરજ પડી હતી. પત્ની કહે છે કે છેલ્લા સાત વર્ષથી તેનો પતિ પૈસા માટે દેહવ્યાપારીનું કામ લઇ આવતો હતો. જે તે તેના ઘરેથી ચલાવતો હતો.
પીડિતાનું કહેવું છે કે પાંચ દિવસ પહેલા તેણે દેહવ્યાપાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને સેક્સ રેકેટનો ભાગ બનવાની ના પાડી હતી. આ પહેલા પણ મહિલાએ આ કામનો ઘણી વખત વિરોધ કર્યો હતો અને અજાણ્યાઓ સાથે શારીરિક સંબંધનો ઇનકાર કર્યો હતો. તેનાથી ડરીને તેના પતિએ મહિલાને ઘણી વખત માર માર્યો હતો.
Gymમાં કસરત કરી રહેલા આ શખ્સને જોઇને તમને એવું કંઇક દેખાશે કે તમે મૂંઝવણમાં મૂકાઇ જશો…જુઓ Video
ઘટનાના દિવસે આ જ બાબત અંગે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી સાંજે નશાની હાલતમાં આવ્યો હતો. જ્યારે પત્નીએ દેહ વ્યાપારનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે ગુસ્સે થઈને મહિલાને લોખંડના સળિયાથી માર માર્યો હતો અને દારૂની બોટલ તેના ખાનગી ભાગોમાં નાંખી દીધી હતી, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી.
આ ઘટના બાદ પીડિતાએ તેના માતાને ઘટના જણાવી હતી. કેસની માહિતી મળતાની સાથે જ ચંદ્રશેખરપુર પોલીસ સ્ટેશનની ટીમે પીડિતા અને તેની 5 વર્ષની પુત્રીને એક ંબંધ રુમમાંથી બચાવી લીધી હતી. બાદમાં પોલીસે ગુનો નોંધી આરોપી આચાર્યની ધરપકડ કરી હતી.
મિત્રએ ગર્ભવતી મહિલાના પેટને છરી વડે કાપીને બાળકને કાઢી લીધું અને પછી…