Not Set/ ઈન્ડિગો એરલાઇન્સનું સર્વર ઠપ, જાણો શું છે એરપોર્ટનો માહોલ

આજે સોમવારે 4 નવેમ્બરની સવારે ઇંડિગો એરલાઇન્સનાં સર્વર ઠપ પડી ગયા હોવાનુ સામે આવ્યુ છે. સર્વર ઠપ થઇ જવાના કારણે દેશનાં વિવિધ શહેરોનાં એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એરલાઇન્સનું કહેવુ છે કે તે આ સમસ્યાને વહેલી તકે દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય એરલાઇન્સથી ઓછા ભાવે મુસાફરોને ઉડાન ભરાવતી ઈન્ડિગો […]

India
Indigo ઈન્ડિગો એરલાઇન્સનું સર્વર ઠપ, જાણો શું છે એરપોર્ટનો માહોલ

આજે સોમવારે 4 નવેમ્બરની સવારે ઇંડિગો એરલાઇન્સનાં સર્વર ઠપ પડી ગયા હોવાનુ સામે આવ્યુ છે. સર્વર ઠપ થઇ જવાના કારણે દેશનાં વિવિધ શહેરોનાં એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એરલાઇન્સનું કહેવુ છે કે તે આ સમસ્યાને વહેલી તકે દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય એરલાઇન્સથી ઓછા ભાવે મુસાફરોને ઉડાન ભરાવતી ઈન્ડિગો એરલાઇન્સનું સર્વર સોમવારનાં રોજ સવારે દેશભરમાં બંધ થઈ ગયુ હતુ. જેના કારણે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા જેટલી મામૂલી લાગી રહી છે તેટલી છે નહી. આજે સવારે સર્વરમાં અચાનક ખામી આવી જતા દેશભરનાં એરપોર્ટ્સ પર એરલાઇન્સ કાઉન્ટરો પર મુસાફરોની લાંબી કતાર જોવા મળી રહી છે. આ માહિતી એરલાઇન્સ દ્વારા આપવામાં આવી છે. આના પર, એરલાઇન્સ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અમારી સિસ્ટમ તમામ નેટવર્ક પર અટકી ગઈ છે. અમને આશંકા છે કે અમારા બધા કાઉન્ટર્સમાં પહેલા કરતાં વધુ ભીડ થઇ ગઇ હશે. આ મુસિબતમાં અમારો સહયોગ કરો. અમે આ સમસ્યાને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.

આ પહેલીવાર નથી જ્યારે ઈન્ડિગો એરલાઇન્સનાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. જુલાઈમાં શરૂઆતમાં, સર્વરની ખામીને લીધે સેંકડો મુસાફરોને અસુવિધા થઇ હતી. તે સમયે, બેંગ્લોરની લગભગ 63 ફ્લાઇટ્સ અડધો કલાકથી વધુ મોડી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.