જીવનની છેલ્લી મેચ/ ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત, મોરબીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુમાવ્યો જીવ

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ક્રિકેટ રમતી વખતે કે પછી રમ્યા બાદ યુવકોનાં મોત થવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ બાદ આવો જ એક વધુ કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે.

Top Stories Gujarat Others
ક્રિકેટ

ગુજરાતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોતના સિલસિલા યથાવત છે. ત્યારે રાજકોટ અને સુરત બાદ મોરબીમાં પણ આવી ઘટના સામે આવી છે.જ્યાં મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા એ સમયે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.

મૃતક યુવક અશોક કણઝારીયા જીલ્લા પંચાયત હસ્તકના કર્મચારી હતા. ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટીંગ હતી ત્યારે તબિયત બગડી હતી, જે બાદ સાથી કર્મચારીઓ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. અશોકભાઈને બીપી બીમારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટના બાદ સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ હાલ મુલત્વી રાખવામાં આવી છે. તા.૨૬/૦૩ થી રમાનાર ટુર્નામેન્ટ કર્મચારીઓના જાહેર હિતાર્થે મુલત્વી રાખવામા આવી છે. આ ટુર્નામેન્ટ હવે સંભવિત આગામી તા.૧૦/૦૪ થી તા.૧૫/૦૪ દરમ્યાન યોજાશે તેવી જાહેરાત કરાઈ.

મોરબીમા ક્રિકેટ રમતા યુવકનું મોત થતાં જ ક્રિકેટ રસિયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, મૃતક હળવદનાં માંયાપુર ગામના અશોક કંઝારીયા નું ક્રિકેટ રમતાં જ મોત થયું હતું કે રોજિંદા ક્રિકેટ રમતા હતા. જેમનું અચાનક જ હાર્ટ એટેક આવતા સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 40 જેટલાં દિવસોમાં આ રીતે સાત જેટલાં યુવાનોના મોત નીપજી ચૂક્યા છે. આ પહેલાં પાંચ જેટલાં યુવા ક્રિકેટરો રમતા રમતા હાર્ટ અટેક કે કાર્ડિયાક અટેકના કારણે મોતને ભેંટી ચૂક્યા છે. તાજેતરમાં એવો પણ કિસ્સો સામે આવ્યો હતો કે યુવક ઘરેથી કુદરતી હાજતે જવા માટે નીકળ્યો હતો. હૃદય બંધ પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકોના આ રીતે અચાનક મોત થતાં આ વિષયે ચિંતા ઊભી કરી છે.

આ પણ વાંચો:સુરતમાં પહેલા માળેથી બાળક પટકાતા મોત, પરિવારમાં ગમગીની

આ પણ વાંચો:દમણમાં પિતા સાથે વાત કરતાં-કરતાં પુત્રનું મોત

આ પણ વાંચો:બળદ ગાડામા ડિલીવરી કરાવતી ગારીયાધાર 108 એમ્બુલન્સ ટીમ

આ પણ વાંચો:ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા