Interesting/ દુનિયાનો એક એવો દેશ જ્યા લોકો બાળકોને ઘરમાં પહેરાવે છે હેલ્મેટ

ચીનમાં આજકાલ નાના બાળકો ઘરની અંદર પણ હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. જો કે, તે પોતાની મરજીથી આ કરી રહ્યા નથી, તેમને માતા-પિતા દ્વારા દિવસભર હેમ્લેટ પહેરવા દબાણ કરવામાં આવે છે.

Ajab Gajab News
children wear helmet at home

ચીનમાં આજકાલ નાના બાળકો ઘરની અંદર પણ હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. જો કે, તે પોતાની મરજીથી આ કરી રહ્યા નથી, તેમને માતા-પિતા દ્વારા દિવસભર હેમ્લેટ પહેરવા દબાણ કરવામાં આવે છે. હવે આ ‘મજબૂરી’નું કારણ પણ જાણી લઇએ. જણાવી દઇએ કે, ચીનમાં માતા-પિતાને લાગે છે કે ખાસ હેલ્મેટ તેમના બાળકનું માથું ગોળ રાખશે અને તે સુંદર દેખાશે. તેથી જ બાળકોને બળજબરીથી હેમ્લેટ પહેરાવવામાં આવે છે.

children wear helmet at home

આ પણ વાંચો –  મહત્વની બેઠક / ભારતની અધ્યક્ષતામાં આજે ઇરાન સહિત 7 દેશના NSA બેઠકમાં ભાગ લેશે,અફઘાનિસ્તાન પર થશે ચર્ચા

‘ઈનસાઈડર’નાં અહેવાલ મુજબ, ચીનનાં મોટાભાગનાં માતા-પિતા આ દિવસોમાં એક વિચિત્ર ટ્રેન્ડને અનુસરી રહ્યા છે. નાના બાળકોનાં કોમળ માથાને આકાર આપવા માટે તેમને ખાસ પ્રકારનું હેલ્મેટ પહેરાવવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હેલ્મેટ બાળકોનાં માથાને ગોળ રાખે છે અને તેમને દેખાવામાં સુંદર બનાવે છે. જો કે તેનાથી બાળકને કેટલી તકલીફ થશે તેની કોઈને પડી નથી. ચીનની કંપનીઓ પણ આ વિચિત્ર ટ્રેન્ડનો ઘણો ફાયદો ઉઠાવી રહી છે. તેઓ માથાનાં સુધારા માટે વિવિધ ઉત્પાદનો બજારમાં લોન્ચ કરીને પૈસા કમાવવામાં વ્યસ્ત છે. આ પ્રોડક્ટ્સમાં હેલ્મેટથી લઈને સ્પેશિયલ મેટ અને પિલો સુધીનો સમાવેશ થાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આવા ઉત્પાદનથી બાળકોનાં માથા ચપટા થવાથી બચી જશે અને ગોળાકાર દેખાશે. અત્રે નોંધનીય છે કે એક સમય એવો હતો જ્યારે બાળકોનું ચપટું માથું સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવતું હતું અને બાળકોને એવી રીતે સુવાડવામાં આવતા હતા કે તેમનું માથું સપાટ થઈ જાય.

1 2021 11 10T092226.222 દુનિયાનો એક એવો દેશ જ્યા લોકો બાળકોને ઘરમાં પહેરાવે છે હેલ્મેટ

આ પણ વાંચો – intersting / પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને સાનિયા મિર્ઝાનીફની રીલ થઈ છે વાયરલ, તમે પણ જોઇલો…

બાળકો દિવસ દરમિયાન વધુમાં વધુ સમય માટે આ ખાસ હેલ્મેટ પહેરે છે, જેથી તેમના માથાનો આકાર તેમના માતા-પિતા અનુસાર યોગ્ય રહે. ચાઈનીઝ મહિલાઓની દલીલ છે કે દાત માટે જે કામ બ્રશર્સ કરે છે, તે જ કામ હેલ્મેટ માથા માટે કરે છે. મોટાભાગની મહિલાઓ તેમની દીકરીઓ માટે હેડ-રાઉન્ડિંગ હેલ્મેટ ખરીદી રહી છે, કારણ કે આ લાંબા ગાળે તેમની સુંદરતામાં વધારો કરશે. હેલ્મેટની કિંમત હજારોથી લાખો સુધીની હોય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ હેલ્મેટ 3 મહિનાનાં બાળકો પર લગાવવામાં આવે તો 1 મહિનાની અંદર પરિણામ જોવા મળે છે.