Not Set/ પંચમહાલ/ કાર ડીવાઈડર સાથે અથડાતા, કારમાં સવાર સાથે અન્ય એક ઈજાગ્રસ્ત

પંચમહાલ જીલ્લામાં કારને અકસ્માત નડ્યો છે. કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી. જેના પગલે કારમાં સવાર પાંચ લોકો સહિત એક અન્ય મુસાફરને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જીલ્લાના શહેરા બસ […]

Gujarat Others
પંચમહાલ 3 પંચમહાલ/ કાર ડીવાઈડર સાથે અથડાતા, કારમાં સવાર સાથે અન્ય એક ઈજાગ્રસ્ત

પંચમહાલ જીલ્લામાં કારને અકસ્માત નડ્યો છે. કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી. જેના પગલે કારમાં સવાર પાંચ લોકો સહિત એક અન્ય મુસાફરને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જીલ્લાના શહેરા બસ સ્ટેન્ડ બહાર ઇકો કાર ને અકસ્માત નડ્યો છે. આ ઇકો કારમાં સવાર મુસાફર સવાર હતા. ડિવાઈડર સાથે ભટકાતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. અને તેમાં સવાર ૫ મુસાફર  સહીત અન્ય એક રાહદારીને પણ ઈજા થઈ છે. અકસ્માત બાદ કારમાં ફસાયેલ ડ્રાઈવર ને સ્થાનિક લોકો એ કાચ તોડી બહાર કાઢ્યો હતો.

ઇજાગ્રસ્તો ને શહેરા રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવા માં આવ્યા છે. કારમાં સવાર મુસાફરો  લુણાવાડા ના લીંબડીયા થી પંચમહાલ ડેરી મા નોકરી માટે જઇ રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.