Epidemic/ અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો ફફડાટ, સોલા સિવિલમાં એકનું મોત

અમદાવાદમાં  પણ સ્વાઇન ફ્લૂએ એન્ટ્રી કરી છે. અમદવાદની સોલા સિવિલમાં સ્વાઇન ફ્લૂ માટે અલાયદો વોર્ડ ઊભો  કરવામાં આવ્યો છે. 

Ahmedabad Top Stories Gujarat
3સી 8 અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો ફફડાટ, સોલા સિવિલમાં એકનું મોત

ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સાથે સ્વાઇન ફ્લૂ(Swine Flu)નો ખતરો પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં  પણ સ્વાઇન ફ્લૂએ એન્ટ્રી કરી છે. અમદવાદની સોલા સિવિલમાં સ્વાઇન ફ્લૂ માટે અલાયદો વોર્ડ ઊભો  કરવામાં આવ્યો છે.  જેમાં બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એકનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના સોલા સિવિલમાં હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના બે દર્દી દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક નારણપુરા અને સરખેજની વ્યક્તિ હતી.  એક દર્દી વેંટિલેટર પર જ્યારે અન્ય એક બાયપેપ પર સારવાર હેઠળ હતા. આ સ્વાઈન ફ્લૂના બંને દર્દીની હાલત હાલ અતિ ગંભીર હતી. જેમાં મોહમ્મદ ખાન કુરેશી નામના દર્દીનું સ્વાઈન ફ્લુથી મોત થયું છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો સ્પેશિયલ વૉર્ડ ઉભો કરાયો છે. વૉર્ડ ઉભો કરી બંને દર્દીની સારવાર શરૂ કરવામાં આવી. સ્વાઈન ફ્લૂ વૉર્ડમાં 80 બેડ તૈયાર કરાયા છે. 36 વેન્ટિલેટર બેડ પણ સ્વાઈન ફ્લૂ માટે તૈયાર કરવામાં આવ્યા છે. હાલ જ્યારે સિઝનલ બિમારીના કેસમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લુના પણ કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા અત્યારથી જ રોગચાળાને ડામવા તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે.

આસ્થા /પગના તળિયામાં હોય છે તમારા ભાગ્યને ચમકાવતા નિશાન, જે તમારી પ્રકૃતિ અને ભવિષ્ય જણાવે