OMG!/ એક ટ્વીટ કરવુ એલોન મસ્કને પડ્યું ભારે, ગુમાવ્યા 1500 કરોડ ડોલર અને નંબર 1 નો તાજ

સમગ્ર દુનિયામાં સૌથી ધનવાન કોણ આ સવાલ કરવામાં આવે તો તમે તુરંત જ જવાબ આપશો કે તે એલોન મસ્ક છે.

World
Electionn 30 એક ટ્વીટ કરવુ એલોન મસ્કને પડ્યું ભારે, ગુમાવ્યા 1500 કરોડ ડોલર અને નંબર 1 નો તાજ

સમગ્ર દુનિયામાં સૌથી ધનવાન કોણ આ સવાલ કરવામાં આવે તો તમે તુરંત જ જવાબ આપશો કે તે એલોન મસ્ક છે. પરંતુ જો તમને ખબર પડે કે તે હવે નંબર વન નથી રહ્યા તો, અને એ પણ એક ટ્વીટ કરવાથી… જી હા આ ચોંકાવનારી વાત તો છે જ પણ આ એકદમ સાચા સમાચાર છે.

અમેરિકા / ત્રણ રિપબ્લિકન સાંસદોએ નીરા ટંડનની નિમણૂકનો કર્યો વિરોધ

દુનિયાનાં સૌથી ધનિક શખ્સ એલોન મસ્ક હવે નંબર રહ્યા નથી. એલોન મસ્કનું નંબર વનથી બીજા ક્રમાંક પર આવી જવા પાછળનું કારણ તેમનો મોટો દાવ છે જે હવે ઊંધો પડી ગયો છે. જણાવી દઇએ કે, તેમનો બિટકોઇનમાં લગાવેલો દાવ ખોટો પડયો છે. તેમનો તાજ તો છીનવાયો જ છે અને સાથે 1500 કરોડ ડોલર પણ ડૂબી ગયા છે. આપને જણાવી દઇએ કે, એલોન મસ્ક એ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, તેમની કંપનીએ બિટકોઇનમાં 1.5 અરબ ડોલરનું રોકાણ કર્યું છે, ત્યારબાદ બિટકોઇનનાં ભાવમાં ખૂબ ઉછાળો જોવા મળ્યો હતો. શનિવારે, એલોન મસ્કે ટ્વીટ કરીને બિટકોઇનનાં વધતા ભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી કે તેની કિંમત ખૂબ ઝડપથી વધી રહી છે. તેમના ટ્વીટ પછી, ન્યૂયોર્કમાં બિટકોઇનની કિંમત 8000 ડોલર એટલે કે લગભગ 18 ટકા ઘટીને 50 હજાર ડોલર નીચે આવી ગઈ છે.

America / NASA એ આ રોવર દ્વારા મંગળ ગ્રહ પરથી મોકલી ઓડિયો કલીપ, લેન્ડિંગનો વીડિયો પણ આવ્યો સામે

22 ફેબ્રુઆરીએ ટેસ્લાનાં શેરમાં 8.6% ઘટાડો થયો હતો. આનાથી તેમની કુલ સંપત્તિમાં 15.2 અરબ ડોલર (1500 કરોડ ડોલર) નો ઘટાડો થયો છે. ટેસ્લાનાં શેરનાં ઘટાડાને કારણે એલોન મસ્ક બ્લૂમબર્ગ અબજોપતિનાં સૂચકાંકમાં બીજા નંબર પર પહોંચી ગયા છે. વળી એલોન મસ્કનાં બીજા નંબર પર આવી ગયા બાદ એમેઝોનનાં સીઈઓ જેફ બેઝોસે ફરીથી પ્રથમ સ્થાન મેળવ્યું છે. નિષ્ણાતો કહે છે કે, સોનાનાં ભાવમાં ઘટાડો પાછળ ક્રિપ્ટોકરન્સી પણ એક મોટુ કારણ છે, કારણ કે મોટા રોકાણકારો બિટકોઇન તરફ વળી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ