Not Set/ જળદિવસે જળતાંડવની ઘટના, ઓસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સમાં હોનારત, 100 વર્ષનું સૌથી મોટું પૂર

વિશ્વભરમાં એકબાજુ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તીવાળા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં 100 વર્ષનું સૌથી મોટી હોનારતની ઘટના બની.

World
auto 7 જળદિવસે જળતાંડવની ઘટના, ઓસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સમાં હોનારત, 100 વર્ષનું સૌથી મોટું પૂર

વિશ્વભરમાં એકબાજુ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તીવાળા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં 100 વર્ષનું સૌથી મોટી હોનારતની ઘટના બની. સૌથી મોટું પૂર આવ્યું. જેને કારણે હજારો લોકોને રાતોરાત સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

Australia floods: Thousands evacuated as downpours worsen - BBC News

  •  ઓસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સમાં હોનારત
  • ન્યૂ સાઉથ વેલ્સમાં 100 વર્ષનું સૌથી મોટું પૂર આવ્યું
  • રાજ્યના મધ્ય ઉત્તર કોસ્ટમાં ઘણાં લોકોનું કરાયું સ્થળાંતર
  • પૂરને કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠાના અમુક વિસ્તારોમાં સ્થિતિ ખરાબ
  • પૂર્વકાંઠાના અમુક વિસ્તારોમાં મોટી સંખ્યામાં મકાનોને નુકસાન
  • નીચાણવાળાં વિસ્તારો પાણીમાં ગરકાવ

ઓસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સમાં સદીની સૌથી મોટી હોનારતે જાણે કેટલાંયને ઝપેટમાં લઇ લીધા. જળતાંડવ સર્જાયું  છે અને ને હાહાકાર  મચ્યો છે. માનવામાં ના આવે તેવી પણ સાચી વાત સામે આવી છે. ન્યૂ સાઉથ વેલ્સમાં સૌથી મોટું પુર આવતા સ્થિતિ વિકટ બની હતી. ઓસ્ટ્રેલિયાનાં ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ડિઝાસ્ટર સર્વિસે સહાય માટે 640 કોલનો જવાબ આપ્યો હતો, તેમાંથી 66 કોલ્સ પૂરમાંથી બચાવવા માટે કરવામાં આવ્યાં હતાં.

Severe flooding hits Australia's New South Wales, prompting emergency response - CBS News

એક સ્થાનિક અધિકારીની જાણકારી પ્રમાણે લગભગ 100 વર્ષમાં પહેલી વખત આવું પૂર આવ્યું છે અને રાજ્યના મધ્ય ઉત્તર કોસ્ટમાં ઘણાં સ્થળોએ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ અપાયો છે.  પૂરને કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠાના કેટલાંક વિસ્તારોમાં પરીસ્થિતિ વધુ ખરાબ છે.  મોટી સંખ્યામાં મકાનોને નુકસાન થયું છે તથા નિચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Australia flooding: Sydney's Warragamba dam overflows - UPI.com

સિડનીની ઈશાન દિશામાં રહેતા સ્થાનિકોએ કર્યુ સ્થળાંતર
પાણી ભરાઈ જવાથી મોટી સંખ્યામાં નુકસાન
અન્ય 4 હજાર લોકોને સ્થળાંતર કરવાની અપાઈ સુચના
સિડનીમાં ઘર અને રસ્તાને વ્યાપક પ્રમાણમાં થયું નુકસાન

સિડનીની ઈશાન દિશામાં રહેતા લોકોને મધરાતે પોતાનું ઘર છોડીને અન્ય સ્થળોએ જવાની ફરજ પડી છે.  પૂરના કારણે પાણી ભરાઈ જવાને કારણે અહીં ઘણું નુકસાન થયુ છે.  તો હવે અન્ય ચાર હજાર લોકોને પણ ઘર છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.  ટીવી અને સોશિયલ મીડિયા પર પૂરના ઘણાં વીડિયો સામે આવ્યાં છે.  જેમાં ઘરો અને રસ્તાને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતું તથા તૂટેલા વૃક્ષો જોઈ શકાય છે.  મહત્વનું છે કે, એક તરફ વિશ્વભરમાં કોરોના મહામારીને હાહાકાર મચાવ્યો છે. મહામારીથી માનવીઓને વધુ નુકસાન થયું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં 100 વર્ષનું સૌથી મોટું પૂર આવતા સ્થાનિકોને ઘણુ નુકસાન થયુ છે.