Pune Incident/ પ્રેમનો વનવે ટ્રાફિકઃ પુણેમાં યુવતીનો જાહેરમાં જીવ લેવાનો પ્રયાસ

મહારાષ્ટ્રમાં પુણેમાં યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતી પર જાહેરમાં ધારિયાના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો. સ્થાનિકોની મદદથી યુવતી માંડ-માંડ તેનો જીવ બચાવી શકી હતી.

Top Stories India

દેશમાં કદાચ ભલે વન-વે ન હોય, પરંતુ પ્રેમમાં વનવે વધતા જાય છે. મહારાષ્ટ્રમાં Pune affair પુણેમાં યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતી પર જાહેરમાં ધારિયાના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો. સ્થાનિકોની મદદથી યુવતી માંડ-માંડ તેનો જીવ બચાવી શકી હતી. આ ઘટનામાં આ ઘટનામાં સ્થાનિકોએ જે હિંમત બતાવી તે ખરેખર પ્રશંસનીય છે. જો તમામ લોકો આવી હિંમત દરેક શહેરમાં બતાવે તો સરાજાહેર થતી દીકરીઓની હત્યાઓ બંધ થઈ જાય. મહારાષ્ટ્રના પૂણેમાં એક યુવકે 19 વર્ષીય વિદ્યાર્થીની પર ધારિયું લઈને હુમલો કર્યો હતો. Pune affair આ બનાવમાં યુવતી ઘાયલ થઈ છે. જોકે ત્યાં હાજર લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આરોપી યુવક પીડિત યુવતીની કોલેજમાં અભ્યાસ કરે છે. પીડિતાએ આરોપીના પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવકે તેના પર હુમલો કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના Pune affair સવારે 10 વાગ્યાની આસપાસ સદાશિવ પેઠના પેરુગેટ વિસ્તારમાં બની હતી. આરોપી અને પીડિત યુવતી બંને કોલેજમાં ભણતા હતા અને યુવતીએ તાજેતરમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન I) સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે, આજે સવારે યુવક યુવતીનો સંપર્ક કર્યો જ્યારે તે અન્ય મિત્ર સાથે ટુ-વ્હીલર પર સવાર થઈ રહી હતી. યુવકે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ તેની સાથે વાત કરવાની ના પાડી. તેનાથી નારાજ થઈને આરોપીએ તીક્ષ્ણ હથિયાર કાઢીને યુવતી પર હુમલો કર્યો હતો.પોલીસનાં કહેવા મુજબ આ ઘટનાને લઈ પીડિતાના પુરુષ મિત્રએ દરમિયાનગીરી કરી અને હુમલાખોરને Pune affair રોકવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન યુવતી કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી. અધિકારીએ જણાવ્યું કે, જે બાદમાં હુમલાખોરે યુવતીનો પીછો કર્યો પરંતુ ત્યાં હાજર લોકોએ તેને અટકાવ્યો. અધિકારીએ જણાવ્યું હતું કે, છોકરીને માથા અને હાથમાં ઈજા થઈ હતી અને સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
આરોપી હથિયાર સાથે યુવતીની પાછળ દોડી રહ્યો Pune affair હોવાની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતી તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર બેઠી છે જ્યારે આરોપી તેની સાથે વાત કરી રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે, ટુ-વ્હીલર ચલાવતો યુવક આરોપીનો વિરોધ કરવા વાહનમાંથી નીચે ઉતરે છે પરંતુ આરોપી બેગમાંથી તિક્ષ્ણ હથિયાર કાઢી લે છે અને તેનો પીછો કરતા પહેલા યુવતીના મિત્ર પર હુમલો કરે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307 સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad Rainfall/ અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી

આ પણ વાંચોઃ Rain-Gujarat/ ગુજરાતમાં આગળ વધતી મેઘમહેરઃ 154 તાલુકામાં ભારે વરસાદ

આ પણ વાંચોઃ નિવેદન/ કેબિનેટ મંત્રી નિતીન ગડકરીનો મોટો દાવો,અમેરિકા બાદ ભારતનું સૌથી મોટું રોડ નેટવર્ક

આ પણ વાંચોઃ Injured/ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા CM મમતા બેનર્જી વ્હીલચેર પર જોવા મળ્યા,ડૉકટરે આપી આ સલાહ

આ પણ વાંચોઃ VISIT/ દિલ્હીમાં રાહુલ ગાંધી બાઇક રીપેર કરતા જોવા મળ્યા,કારીગરો અને વેપારીઓ સાથે કરી મુલાકાત