Not Set/ કાંદા ક્રાઇસિસ/ કેન્દ્ર સરકારનની સ્ટોક હોલ્ડર્સ સામે લાલ આંખ

દેશમાં કાંદા ક્રાઇસિસે ભારે ઉહાપો મચાવ્યો હોવાનું છેલ્લા ધણા સમયથી જોવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કાંદા એટલે કે ડુંગળીની માંગને પહોંચી વળવા માટે ડુંગળીની મબલક આયાત પણ કરવામાં આવી રહી છે. તેમ છતા કાંદા ક્રાઇસિસ ખતમ થવાનું નામ ન લેતી હોવાનાં અંદાજીત કારણને લઇને કેન્દ્ર સરકારે બજારોમાં પુરવઠો વધારવા અને સ્ટોક હોલ્ડિંગ મર્યાદાનો કડક […]

Top Stories India
onion 1 કાંદા ક્રાઇસિસ/ કેન્દ્ર સરકારનની સ્ટોક હોલ્ડર્સ સામે લાલ આંખ

દેશમાં કાંદા ક્રાઇસિસે ભારે ઉહાપો મચાવ્યો હોવાનું છેલ્લા ધણા સમયથી જોવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કાંદા એટલે કે ડુંગળીની માંગને પહોંચી વળવા માટે ડુંગળીની મબલક આયાત પણ કરવામાં આવી રહી છે. તેમ છતા કાંદા ક્રાઇસિસ ખતમ થવાનું નામ ન લેતી હોવાનાં અંદાજીત કારણને લઇને કેન્દ્ર સરકારે બજારોમાં પુરવઠો વધારવા અને સ્ટોક હોલ્ડિંગ મર્યાદાનો કડક અમલ કરાવવા,ઓનિયન સ્ટોક હોલ્ડિરસ સામે લાલ આંખ કરી છે.

ગ્રાહક બાબતો, તેમજ ખાદ્ય અને જાહેર વિતરણ ખાતાનાં કેન્દ્રીયમંત્રી રામ વિલાસ પાસવાને તમામ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખીને બજારોમાં પુરવઠો વધારવા અને સ્ટોક હોલ્ડિંગ મર્યાદાનો કડક અમલ થાય તે સુનિશ્ચિત કરવા તાત્કાલિક ધોરણે એન્ટિ હોર્ડિંગ કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે વધારાના 12,660 મેટ્રિક ટન ડુંગળીનો કરાર કર્યો છે, જે 27 ડિસેમ્બર, 2019 થી ભારતમાં આવવાનું શરૂ થશે. આ વધારાના જથ્થા સાથે, અત્યાર સુધીમાં કરાર કરવામાં આવેલી આયાતનો કુલ જથ્થો આશરે 30,000 મેટ્રિક ટન સુધી પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.