Ahmedabad/ ડુંગળીનાં ભાવમાં વધારો, આ મહિના સુધી નહી મળી શકે રાહત

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી દિવસો જતા મોંઘી થઇ રહી છે. સુત્રોનાં મતે ડુંગળીનાં ભાવમાં ઘટાડો થવાની હાલમાં કોઈ જ શક્યતાઓ દેખાઇ રહી નથી.

Ahmedabad Gujarat
sss 1 ડુંગળીનાં ભાવમાં વધારો, આ મહિના સુધી નહી મળી શકે રાહત

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી દિવસો જતા મોંઘી થઇ રહી છે. સુત્રોનાં મતે ડુંગળીનાં ભાવમાં ઘટાડો થવાની હાલમાં કોઈ જ શક્યતાઓ દેખાઇ રહી નથી. અમદાવાદ શહેરમાં હાલમાં છૂટક બજારમાં ડુંગળીનાં ભાવ કિલોએ 80 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેના કારણે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોનાં ભોજનની થાળીમાંથી ડુંગળી જાણે ગાયબ જ થઈ ગઈ છે.

ડુંગળીનાં ભાવ આસમાને પહોંચી ગઇ છે. હાલમાં રાજસ્થાનનાં અલવરમાંથી, અફધાનિસ્તાનમાંથી ડુંગળીની આવક ચાલુ છે, તેમજ સરકારે દેશભરમાં સ્ટોકમર્યાદા લાદી લેતા ડુંગળીનાં ભાવ હાલમાં થોડા અંકુશ હેઠળ આવ્યા હોવાનું જાણકારોનું માનવું છે. પરંતુ વરસાદથી મહારાષ્ટ્ર, ગુજરાતમાં ડુંગળીનો 80 ટકા પાક નુકશાની પામ્યો હોવાથી ડિસેમ્બર, જાન્યુઆરીમાં પણ આ ભાવ વધારો ચાલુ રહેશે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, આ વર્ષે મેઘરાજાનાં તાંડવનાં કારણે અતિવષ્ટિનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ડુંગળીનાં પાકને મોટી માત્રામાં નુકસાન થયુ છે. જે નુકસાનનાં કારણે હજુ આવતા ફેબ્રુઆરી મહિના સુધી ડુંગળીનાં ભાવ વધી શકે તેવી સંભાવનાઓ છે.

આપને જણાવી દઇએ કે, દિવાળીનાં તહેવારો નજીક આવી રહ્યા છે, તાજેતરમાં દક્ષિણ ભારત, ગુજરાત સહિતનાં વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદનાં લીધે શાકભાજીનાં પાકોને ભારે નુકશાની પહોંચી છે. જેના કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…