ગુજરાત/ ઊના તાલુકા માંથી કોરોનાથી મૃત્યુ પામેલાના સહાય માટેના માત્ર ૨૫૪ ફોર્મ ઉપડ્યા

સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારને રૂ. ૫૦ હજાર સહાય આપવાનું નક્કી કરેલ છે. ત્યારે કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારમાં વારસદારો ફોર્મ લેવા માટે સવારથીજ ઉના મામલતદાર કચેરીએ લાઇનમાં ઉભા રહ્યા હતા.

Gujarat
Untitled 316 ઊના તાલુકા માંથી કોરોનાથી મૃત્યુ પામેલાના સહાય માટેના માત્ર ૨૫૪ ફોર્મ ઉપડ્યા

કોરોનાની મહામારીએ અનેક લોકોના જીવ લઇ લીધેલ અને બાદમાં કોરોનાની બીજી લહેર અતિ ખાતક બની હોય તેમાં કોરોનાથી અસંખ્ય લોકોના મોત નિપજ્યા હતા. અને કોરોનામાં પરીવારના સભ્યનુ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પીટલ કે સરકારી હોસ્પીટલમાં મોત નિપજેલ હોય અને સારવાર માટે પૈસા ન હોવા છતાં પણ સોનાના દાગીના વહેચી સારવાર કરાવવા મજબુર બન્યા હતા. તેમ છતાં પણ કોરોનામાં સારવાર દરમ્યાન વ્યક્તિનું મોત નિપજેલ હોય જેના કારણે પરીવારોની આર્થિક પરિસ્થિતી સંકટમાં મુકાય ગયેલા હતા . સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારને રૂ. ૫૦ હજાર સહાય આપવાનું નક્કી કરેલ છે. ત્યારે કોરોનાથી મૃત્યુ થયેલના પરીવારમાં વારસદારો ફોર્મ લેવા માટે સવારથીજ ઉના મામલતદાર કચેરીએ લાઇનમાં ઉભા રહ્યા હતા. અને સાંજ સુધીમાં ૨૫૪ ફોર્મ ઉપડ્યા હતા.

આ પણ વાંચો ;રાત્રિ કરફ્યૂ યથાવત / અમદાવાદ સહિત રાજ્યના સાત મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત

ઉના પંથકના ૧૧ લોકો કોરોનાથી મૃત્યુ થયેલ હોય તેની યાદી સરકારમાં હોય અને આ મૃત્યુ પામેલા ૧૧ લોકોના વારસદારોના ખાતામાં શનિ-રવીની રજા દરમ્યાન પણ તંત્રએ કામગીરી કરી રૂ.૫૦ હજાર મુજબ ૧૧ લોકોની રૂ.૫.૫૦ લાખની સહાય ચુકવી આપેલ છે. જ્યારે ગીર સોમનાથ જીલ્લામાં ૪૬ લોકોને સહાય ચુકવી આપેલ છે.

આ પણ વાંચો ;Business / અર્થવ્યવસ્થામાં તેજી, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 8.4 ટકા

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદાર ફોર્મ લીધા બાદ તેમને એક સોગંદનામુ કરવાનું હોય છે. જે સોગંદનામુ રૂ.૭૦૦ થતા હોય લોકોમાં કચવાટની લાગણી જોવા મળતી હતી.ઉના મામલતદાર કચેરીએ કોરોના સહાયના ફોર્મ માટે ઉમટી પડતા તંત્ર પણ અચંબામાં પડી ગયેલ હતું. અને હજુ પણ ફોર્મ ઉપડશે તેવુ લાગતા ૫૦૦ જેટલા ફોર્મની ઝેરોક્ષની તૈયારી કરવી પડી હતી