Gujarat election 2022/ ગુજરાતમાં ભાજપ જ મજબૂત,49 ટકા વોટ શેરમાં ગાબડું પાડવું મુશ્કેલ!

ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને હવે ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત પણ કરી દીધી છે. 1 તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને બીજા તબક્કાનું 5મી તારીખે મતદાન થશે સાથે જ 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 6 ગુજરાતમાં ભાજપ જ મજબૂત,49 ટકા વોટ શેરમાં ગાબડું પાડવું મુશ્કેલ!

ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને હવે ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત પણ કરી દીધી છે. 1 તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને બીજા તબક્કાનું 5મી તારીખે મતદાન થશે સાથે જ 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. છેલ્લા 27 વર્ષથી ભાજપ જ નો જ શાસન છે,ગુજરાત ભાજપનો ગઢ છે, મતદારો પણ ભાજપ પર જ વિશ્વાસ રાખે છે.

ચૂંટણીમાં ભાજપ ફ્રન્ટ રનર છે. ભાજપનો વોટ શેર ગુજરાતમાં 49-50 પર્સન્ટનો છે, આ મત શેર ડિવાઇડ થાય તે હાલ જોવાઇ રહ્યું નથી ,રાજકિય વિશ્લેષકો પણ ગુજરાતને ભાજપનો ગઢ માની રહ્યા છે ,ભાજપ સામે વિરોધ પક્ષની હાલ લડાઇ જોવાઇ રહી છે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડશે ફાયદો તો ભાજપને જ થવાનો છે, ભાજપની શહેરના મતદારો પણ સારી એવી પકડ છે.ભાજપમાં યુવાધનન પણ વિશ્વાસ મૂકે છે તેથી ભાજપને હાલ 15મી વિધાનસભા ચૂંટણીમાં કોઇ નુકશાન થતું જોવા મળી રહ્યું નથી, કોંગ્રસને આમ આદમી પાર્ટીથી સાવચેત રહેવું પડશે નહિતર જે પણ બેઠક હાલ તૂટશે તે કોંગ્રેસની જ તૂટશે.

નોંધનીય છે કે આજની તારીખમાં ભાજપને હરાવી શકાય તેમ નથી,ભાજપના ગઢમાં હરાવવું હાલ અશક્ય છે, હાલ શહેરમાં વિકાસસલક્ષી કાર્યો અને મેટ્રો અટલ બ્રિજ સહિતના લોકાર્પણ પણ થયા છે.