છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં આંખ આવવાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે સરકારી હોસ્પિટલમાં આંખના ટીપાનો સ્ટોક ખૂટી જતાં દર્દીઓને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ દર્દીઓનો ઘસારો અને બીજી બાજુ ટીપા ખૂટી જતાં દર્દીઓ નાછૂટકે બહારથી ટીપા ખરીદવા માટે મજબૂર બન્યા હતા. બીજી બાજુ હોસ્પિટલ સતાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે સપ્લાયમાં મોડું થતા સ્ટોક ખતમ થઇ ગયો હતો જેના કારણે સમસ્યા સર્જાઇ હતી.

આટલું જ નહીં હોસ્પિટલમાંથી ટીપા વિનામૂલ્યે ન મળતા દર્દીઓને ફરજીયાત નાણાં ખર્ચી ટીપા બહારથી લેવાની ફરજ પડી રહી છે. જેના કારણે દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. એક બાજુ આંખના ચેપી રોગ ક્ધજકટીવાઇટીસ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે જી.જી.હોસ્પિટલમાં આંખના ટીપાની સ્ટોરમાંથી સપ્લાય નિયમિત ન થવાથી અછતના કારણે દર્દીઓ પારવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં આંખનો ક્ધજકટીવાઇટીસ રોગ વકરતા જી.જી.હોસ્પિટલમાં 3 દિવસ પહેલા એક જ દિવસમાં 500 ઓપીડી નોંધાઇ હતી. ત્યારબાદ રોજના 250 થી 300 કેસ આવી રહ્યા છે.

આ રોગના ટીપાની સરકારે પૂરતી ફાળવણી કરી છે. પરંતુ દર્દીનો ભરાવો થતા એક સાથે 100 થી વધુ ટીપા આપવામાં ન આવતા સ્ટોરમાંથી સપ્લાયમાં એકાદ કલાકનો વિલંબ થાય છે. પરંતુ ટીપાની કોઇ અછત નથી. તેમ આંખ વિભાગના વડા ડો.દેવદત ગોહિલનું કહેવું છે.
છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં આંખ આવવાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં દરરોજ આંખ આવવાના 200થી 300 કેસ આવી રહ્યાં છે. વાયરલ ઇન્ફેક્શનવાળા આંખ આવવાના કેસમાં આંખના વિભાગમાં દર્દીઓની લાઇન લાગી હતી. જો કે નિદાન કરાવ્યા બાદ ડોક્ટર દ્વારા અપાતા આંખના ટીપાનો સ્ટોક ખાલી થઇ જવાથી દેકારો બોલી ગયો હતો.
આ પણ વાંચો:સુરતમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની ઠગાઈ, ગેંગના એક સભ્યની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત
આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ
