પ્રવાસનને વેગ/ ધરોઈ ડેમ નજીક નવું પર્યટન સ્થળ આકાર પામશે

ઉત્તર ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળ હોવા છતાં અંબાજી ને બાદ કરતાં મોટાભાગના પ્રવાસન સ્થળો ઉપર રાત્રી રોકાણ કરતા પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી રહે છે.ઉત્તર ગુજરાતમાં આમ તો ધાર્મિક,સંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા અનેક પ્રવાસન સ્થળ છે.

Gujarat Others

પ્રવાસનને વેગ આપવાની સાથે ઉત્તર ગુજરાત નું એક એન્કર ડેસ્ટિનેશન બની રહે તે માટે રાજ્ય સરકાર મહેસાણા જિલ્લા ના ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા જઈ રહી છે.આ પ્રોજેકટ પાછળ 1069 કરોડ રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.આ પ્રવાસન પ્રોજેકટ બે તબક્કામાં પૂર્ણ થશે.પ્રથમ તબક્કામાં 800 કરોડ કરતા વધુના કામ આવરી લેવાયા છે.

પ્રથમ પ્રોજેકટ પૂર્ણ થયા બાદ 5 વર્ષ પછી 290 કરોડ કરતા વધુના કામ શરૂ થશે.આ પ્રોજેકટ પૂર્ણ થયા પછી ધરોઈ કેવડિયા જેવું પ્રવાસન સ્થળ બનવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.હાલમાં ધરોઈ ના 10 કિમિ વિસ્તારમાં આ પ્રથમ તબક્કાના કામની શરૂઆત કરી દેવામાં આવી છે.અને આગામી વર્ષ 2025 સુધીમાં પ્રથમ તબક્કાના કામ પૂર્ણ કરવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળ હોવા છતાં અંબાજી ને બાદ કરતાં મોટાભાગના પ્રવાસન સ્થળો ઉપર રાત્રી રોકાણ કરતા પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી રહે છે.ઉત્તર ગુજરાતમાં આમ તો ધાર્મિક,સંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા અનેક પ્રવાસન સ્થળ છે.જેમાં અંબાજી મંદિર,વડનગર,પોળો ફોરેસ્ટ,દેવની મોરી,મોઢેરા સૂર્ય મંદિર,સિદ્ધપુર અને તારંગા નો સમાવેશ થાય છે.જો કે આ તમામ પ્રવાસન સ્થળ રાત્રી રોકાણ માટે પ્રવાસીઓને આકર્ષી શક્યા નથી.ત્યારે કેવડિયા ની જેમ ધરોઈ ને વિકસાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ધરોઈ એ એક એવું ડેસ્ટિનેશન બનશે જ્યાં પ્રવાસીઓ ને આકર્ષી શકાય તેવા તમામ આકર્ષણ ઉપલબ્ધ થશે.પ્રથમ તબક્કામાં હાથ ધરાયેલા કામ મુજબ ધરોઈ ડેમની આગળ ની બાજુ સાબરમતી નદીના બંને કિનારે રિવરફ્રન્ટ બનશે.જ્યાં પ્રવાસીઓ વોકિંગ અને સાયકલિંગ ની મજા માણી શકશે.

નદીના નજારા ને માણી શકાય તે માટે આ રિવરફ્રન્ટ ઉપર દર 100 મીટર ના અંતરે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.પ્રવાસીઓને વોટર ફ્રન્ટ નો અનુભવ થાય તે માટે ધરોઈ ડેમના 3.5 કિલોમીટર નીચે બેરેજ બનાવાશે.બોટિંગ,સ્પીડ બોટ,અને વિવિધ વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓ માટે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરિયા વિકસાવાશે. તો ધરોઈ ડેમને કેવડિયા જેવું લુક આપી શકાય તે માટે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ધરોઈ ડેમ ખાતે 142 મીટર ઊંચાઈ નો નિરીક્ષણ ડેક આકાર પામશે.

આ ડેક સાબરમતી નદીના કિનારે ઉભો કરાશે.142 મીટર ની ઊંચાઈ થી પ્રવાસીઓ 360 ડિગ્રીના વ્યુ નો નજારો માણી શકશે.તો આ ડેક નો મનોરંજન ની વિવિધ પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરવામાં આવશે.સાથે સાથે સાબરમતી નદીના કિનારે વિશ્વ કક્ષાનો બોટનીકલ ગાર્ડન તૈયાર કરવામાં આવશે.તો ડેમમાં આવેલા ટાપુઓ ઉપર એડવેન્ચર રાઈડ,આઇલેન્ડ હોપિંગ અને બોટિંગ ની સુવિધા ઉભી કરવામાં આવશે.વોટર થીમ આધારિત ગેલેરી તૈયાર કરવામાં આવશે.જે ઉદ્યાનો સાથે ઇતિહાસ અને પાણીના વિવિધ પાસાઓનું પ્રદર્શન કરશે.વિવિધ સાઇટ્સ સુધી પહોંચવા માટે સાયકલિંગ નેટવર્ક,ઇ વીહીકલ નેટવર્ક સાથે વિવિધ રસ્તાઓ વિકસાવાશે.

ડેમ નજીક નદી કિનારે 1500 લોકોની ક્ષમતાવાળા લેશર શો સાથે વિશાલ એમ્ફી થિયેટર વિકસાવાશે.પ્રવાસીઓને રહેવા અને જમવા માટે પીપીપી ધોરણે હોટલ,રિસોર્ટ,કારવા પાર્ક,ગેસ્ટ હાઉસ,કેમ્પ માટે ગ્રાઉન્ડ,કાફે,સુવેનિયર શોપ અને વિવિધ જાહેર સુવિધાઓ સાથે હાઈ સ્ટ્રીટ વિકસાવાશે.ધરોઈ ના આ વિકાસ ને કારણે ધરોઈ થી 90 કિલોમીટર ની ત્રીજયામાં દોઢ કલાકમાં પહોંચી શકાય તેવા સ્થળોને સાંકળતી પ્રવાસન સર્કિટ તૈયાર થશે.ધરોઈ ખાતે પ્રવાસન સર્કિટ વિકસ્યા બાદ પ્રવાસીઓને ધરોઈમાં રાત્રી રોકાણ ની સુવિધા મળશે સાથે સાથે નજીકના સ્થળ ની નિદર્શન ની પણ તક ઉપલબ્ધ થશે.

  • મહેસાણા માં નવીન પર્યટન સ્થળ વિકસિત થશે
  • ધરોઈ ડેમ નજીક નવું પર્યટન સ્થળ આકાર પામશે
  • રહેવાની સુવિધાઓ સાથે પર્યટકો ને મનપસંદ એક્ટિવિટી પણ શરૂ કરાશે
  • 10 કિલોમીટર  વિસ્તારમાં ધરોઈ ડેમ  ને પ્રથમ તબક્કા માં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માં આવશે
  • વર્ષ 2025 સુધી માં ધરોઈ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામશે

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો