Not Set/ મંતવ્ય ન્યૂઝનાં પ્રિન્સીપલ કોરસપોન્ડન્ટ સોનલ અનડકટનાં દિલ્હી ઇલેક્શન કવરેજનાં ‘આપ’ અનુભવો

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ અરવિંદ કેજરીવાલ 16મીએ શપથ લેવા જઈ રહ્યા છે. દિલ્હીના આ ચૂંટણીજંગ પર દેશભરની નજર હતી અને મંતવ્ય ન્યુઝના માધ્યમથી મને પણ આ ચૂ્ંટણીજંગના લાઈવ કવરેજનો મોકો મળ્યો. જ્યારે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે આ ત્રિપાંખીયો ચૂંટણીજંગ આટલો રસપ્રદ બનશે તેવી કલ્પના સુદ્ધા નહતી. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ […]

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
sonal anadkat મંતવ્ય ન્યૂઝનાં પ્રિન્સીપલ કોરસપોન્ડન્ટ સોનલ અનડકટનાં દિલ્હી ઇલેક્શન કવરેજનાં 'આપ' અનુભવો
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ અરવિંદ કેજરીવાલ 16મીએ શપથ લેવા જઈ રહ્યા છે. દિલ્હીના આ ચૂંટણીજંગ પર દેશભરની નજર હતી અને મંતવ્ય ન્યુઝના માધ્યમથી મને પણ આ ચૂ્ંટણીજંગના લાઈવ કવરેજનો મોકો મળ્યો. જ્યારે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે આ ત્રિપાંખીયો ચૂંટણીજંગ આટલો રસપ્રદ બનશે તેવી કલ્પના સુદ્ધા નહતી. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ત્રિપાંખીયા જંગમાં જાેકે કોંગ્રેસ તો માત્ર નામ પુરતી જ મેદાનમાં હતી. કોંગ્રેસ અને તેના ઉમેદવારોએ અગાઉ મળેલી હારને સારી રીતે પચાવી લીધી હોય તેમ લાગતુ હતુ. અને એટલે જ આ ચૂંટણીજંગમાં મેદાનમાં ઉતર્યા પહેલા જ કોંગ્રેસે હાર માની લીધી હતી.
મતદાન મથકો બહાર કોંગ્રેસે તેના કાર્યકર્તાઓ કે ટેબલ સુદ્ધા મુકવાની તસ્દી લીધી નહતી. કોંગ્રેસના ઉમેદવારો મતદાન કરીને ક્યારે મતદાન મથક બહાર નીકળી જાય તેની પણ ખબર પડતી નહતી. ભાજપના ઉમદેવારો અને નેતાઓએ તેમની આદત પ્રમાણે રંગચંગે મતદાન કર્યુ. મતદાનના દિવસે અમે લાઈવ કવરેજ માટે અને ખાસ કરીને દિલ્હીના ગુજરાતી મતદારોનો મિજાજ જાણવા વિવિધ વિસ્તારોમાં ફર્યા. ગુજરાતી મતદારો પૈકી 90 ટકા મતદારોએ  ભાજપને જ સમર્થન આપેલુ હોવાની વાત લાઈવમાં જ સ્વીકારી લીધી. દિલ્હીના સ્થાનિક મતદારો સાથે પણ મંતવ્ય ન્યુઝે વાતચીત કરી. તેમના મતે આપ વધુ યોગ્ય હતી. કોંગ્રેસના સમર્થક મતદારો પણ મળી આવ્યા.
આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા હોય તો શાહીનબાગ વિસ્તાર અને મુસ્લિમ મતદારો. શાહીનબાગમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ સરકારના સીએએ અને એનઆરસીના કાયદા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ત્રણેય પક્ષો સામસામી આક્ષેપબાજી કરી રહ્યા છે. ભાજપના મતે શાહીનબાગમાં આપે બિરીયાની ખવડાવી છે તો આપના મતે ભાજપ આ બંને કાયદાના જાેરે દેશમાં વર્ગવિગ્રહને પ્રોત્સાહન આપી રહ્યો છે. જાેકે શાહીનબાગમાં મતદારોએ જંગી મતદાન કરીને સૌને અચંબમાં મુકી દીધા. એકસાથે 200થી 250 જેટલા મતદારો કતારમાં ઊભા રહેલા જાેવા મળ્યા. દિલ્હીમા શાહીનબાગ સહિતના મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં થયેલુ જંગી મતદાન સીધી રીતે ભાજપ માટે ચિંતા આપનારુ લાગી રહ્યુ હતુ.
ભાજપની આ ચિંતાને સમજવા માટે દિલ્હીમા મતદારોની પેટર્ન પર નજર કરીએ તો દિલ્હીમાં મુખ્યત્વે પૂર્વાંચલી, પંજાબી અને મુસ્લિમ મતદારોની મેજાેરીટી છે. પૂર્વાંચલી મતદારો જે દિલ્હીના સ્થાનિકો છે તેમના મૂળ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં છે. તેમનો વોટશેર 25થી 30 ટકા છે. પૂર્વાંચલીઓ અગાઉ કોંગ્રેસના સમર્થક હતા. પણ  વર્ષ 2013માં અન્ના આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલનો ઉદભવ થતાં પૂર્વાંચલીઓ કેજરીવાલ તરફ ઝુક્યા અને આપને સતત બે વખત જીત અપાવી. ભાજપ દિલ્હીમાં અપર કાસ્ટ અને વાણીયાઓની પાર્ટી ગણાય છે. મુસ્લિમો પરંપરાગત રીતે કોંગ્રેસના સમર્થક ગણાય છે, પણ આ વખતે કોંગ્રેસે પ્રચારમાં કોઈ જ રસ લીધો નહતો અને સાથે સાથે જ મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ અટકાવવા માટે કોગ્રેસે સઘન પ્રયાસો કર્યા હતા. ભાજપને હરાવવા માટે કોગ્રેસે આપની આગળી પકડી લીધેલી અને કોંગ્રેસના નેતા કેટીએસ તુલસીએ પરિણામ પહેલા જ નિવેદન કર્યુ કે આપને જીતાડવા માટે કોગ્રેસ કુર્બાન થઈ ગઈ.
કોંગ્રેસની કુર્બાની અને આપની કામગીરી રંગ લાવી. આપે સતત હેટ્રીક મારીને ત્રીજી વખત દિલ્હીનો તાજ મેળવી લીધો. જાેકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી પરિણામ પહેલા ભાજપને 48થી વધુ બેઠકો મળવાનો દાવો કરતા રહ્યા અને બીજી બાજુ આપ મેદાન મારી ગઈ. આપના નેતા સંજયસિંઘે મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે આ ચૂંટણી પહેલી એવી ઐતિહાસિક ચૂંટણી છે જેમાં કોઈ પક્ષ તેના કામના આધારે વોટ માગી રહ્યો છે. એક રીતે જાેઈએ તો તેમની વાત સાચી પણ છે, આપે  મોદી, શાહ કે ભાજપનું નામ લીધા વિના માત્ર તેણે કરેલી કામગીરી અને ભાવિ આયોજનોને આધારે મત માગ્યા અને દિલ્હીવાસીઓના દિલ જીતી લીધા. ભાજપે કેજરીવાલને રાવણ, આતંકવાદી, હનુમાનજીનું મંદિર અપવિત્ર કરનારા પણ કહ્યા. જાેકે આપના કાર્યાલય પર મતગણતરીના દિવસે સવારે 11 વાગ્યાથી જ ઉજવણીની શરુઆત થઈ ચુકી હતી.
હનુમાનજીનું મંદરિ અશુદ્ધ કરવાનો આરોપ કેજરીવાલ પર લાગેલો ત્યારે બપોરે 58 બેઠકો આપના ફાળે ગયાના સમાચાર મળતા જ સંજયસિંઘ મીડીયા સમક્ષ આવ્યા હતા અને તેમણે વળતો જવાબ આપતા કહ્યુ કે આજે મંગળવાર અને હનુમાનજીનો વાર છે ત્યારે આપની જીત પર સૌને હનુમાનજી મંદિરના લાડુનું વિતરણ કરાશે. કાર્યાલય પર ઉજવણી દરમિયાન ચાર કાર્યકર્તાઓ હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈના પહેરવેશમાં ફરીને મિડીયા સાથેની વાતચીતમાં ધાર્મિક એકતાનો સંદેશો આપતા નજરે પડ્યા હતા. તેમણે મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યુ કે તમામ ધર્મ એક જ છે અને લોકો એકતાથી રહેવા માગે છે. વિવિધ કાયદાઓ ઘડીને દેશમાં વર્ગવિગ્રહ  ફેલાવવાનું હવે ભાજપે બંધ કરવુ જાેઈએ.
આપની જીત માટે દિલ્હીવાસીઓની માનસિકતા અને સમજણ પણ એટલી જ જવાબદાર ગણી શકાય. દિલ્હીવાસીઓ લોકસભા અને વિધાનસભા વચ્ચેનો તફાવત સારી રીતે સમજી જાણે છે. પોતાની પસંદગીની બાબતમા તેઓ બહુ સ્પષ્ટ છે. લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા અને વિધાનસભામાં ભાજપને ફાળે માત્ર આઠ જ બેઠકો આવી. જે સ્પષ્ટ કરે છે કે દિલ્હીવાસીઓને કેન્દ્રમાં ભાજપ જાેઈએ છે અને રાજ્યમાં આપ સરકાર જાેઈએ છે. વધુ એક ખાસિયત એ પણ સામે આવી કે દિલ્હીવાસીઓ જેને રાજ્યમાં સત્તા સોપે છે તે પક્ષને મહાનગરપાલિકામાં સત્તા આપતા નથી. ભાજપ છેલ્લા 22 વર્ષથી દિલ્હીમાં સત્તાથી દૂર છે, પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી સત્તા પર છે…
@સોનલ અનડકટ, પ્રિન્સીપલ કોરસપોન્ડન્ટ – મંતવ્ય ન્યૂઝ……….. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.