Not Set/ મંતવ્ય સ્પેશિયલ/ અમારા અહેવાલને ફરી મળ્યું સમર્થન, અમદાવાદના CP એ.કે.સિંઘ દિલ્હી દરબારમાં

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. એ.કે સિંઘ NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ આવશે તેની અટકળો પોલીસ બેડામાં શરૂ થઇ ગઇ છે, ત્યારે ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ ના અહેવાલને […]

Top Stories Ahmedabad Gujarat
a k singh. મંતવ્ય સ્પેશિયલ/ અમારા અહેવાલને ફરી મળ્યું સમર્થન, અમદાવાદના CP એ.કે.સિંઘ દિલ્હી દરબારમાં

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. એ.કે સિંઘ NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ આવશે તેની અટકળો પોલીસ બેડામાં શરૂ થઇ ગઇ છે, ત્યારે ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ ના અહેવાલને ફરી સમર્થન મળ્યું છે. આપને જણાવી દઇએ કે મંતવ્ય દ્વારા આ વાતને સમર્થન આપતા અહેવાલો દિવસો પહેલા જ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના CP એ.કે.સિંઘને દિલ્હી દરબારમાંથી તેડુ આવતા મંતવ્યએ ફરી સાબિત કર્યુ છે કે સૌથી ઝડપી અને સચોટ અહેવાલ મંતવ્યની તાકાત છે.

જુઓ આ અહેવાલ, મંતવ્યએ કર્યો હતો સૌથી પહેલા આ મામલે ખુલાસો

પાછલા લાંબા સમયથી DG રેન્કના IPS અને અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલતી હતી. સિનિયર IPS અને 1985ની બેચના એ.કે સિંઘ આગામી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે.  હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ આઇપીએસ તરીકે એ.કે. સિંઘ આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેઓ ડીજી બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે  નિયુક્તીનો હુકમ કરી તેમની સેવાઓને બિરદાવી છે.

એ કે સિંઘની સપ્ટેમ્બર 2020 સુધી દિલ્હી ખાતે  NSGના DG તરીકે પોતાની ફરજ આદા કરશે. આપને જણાવી દઇએ કે સિંઘને કેન્દ્ર સરકાર સાથે કામ કરવાનો પણ બોહળો અનુભવ છે. અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઇજી તરીકે કેન્દ્રમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.