Not Set/ ગાંધીનગર/  ટાટ-1 અને ટાટ-2ના ઉમેદવારોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત

ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા 50 થી વધુ લોકો પહોંચ્યા સત્યાગ્રહ છાવણી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી માટે માંગ સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ પાટનગર ગાંધીનગરમાં હવે ખરા અર્થમાં સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયું છે. છેલ્લાં કેટલાંય દિવસોથી વિવિધ પ્રશ્નોને લઇને ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પોતાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન નોધાવી રહ્યા છે. એલઆરડીની ભરતીમાં […]

Uncategorized
tat dharana ગાંધીનગર/  ટાટ-1 અને ટાટ-2ના ઉમેદવારોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત
  • ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા
  • 50 થી વધુ લોકો પહોંચ્યા સત્યાગ્રહ છાવણી
  • માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી માટે માંગ
  • સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ

પાટનગર ગાંધીનગરમાં હવે ખરા અર્થમાં સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયું છે. છેલ્લાં કેટલાંય દિવસોથી વિવિધ પ્રશ્નોને લઇને ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પોતાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન નોધાવી રહ્યા છે. એલઆરડીની ભરતીમાં અનામતના મુદ્દે છેલ્લાં 42 દિવસથી મહિલાઓ ઉપવાસ આંદોલન કરી રહી છે.

તો હવે પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં ટાટ-1 અને ટાટ-2ના ઉમેદવારોના ધરણાં પ્રદર્શન બીજા દિવસે પણ યથાવત્ છે.  50થી વધુ લોકો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.  ઉમેદવારોએ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી માટે માંગ કરી છે. તો સાથે જ વહેલીતકે  ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ ઉગ્ર માંગ કરી છે.

જ્યાં રાજ્યના પ્રાથમિક શિક્ષકો આંદોલનને માર્ગે ઉતરાય છે. તો બીજી બાજુ ટાટ-1 અને ટાટ-2 ના ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે પાટનગરમાં આંદોલનના શરુ કર્યું છે.   ટાટના ઉમેદવારોએ ગાંધીનગરમાં જૂના સચિવાલય પાસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવુ છેકે, રાજ્યમાં 49 હજાર ઉમેદવારોએ ટાટની પરિક્ષા ઉતિર્ણ કરી લીધી છે.

રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે. જગ્યાઓ ખાલી પડી છે તેમ છતાંય શિક્ષણ વિભાગ ભરતી કરવા તૈયાર નથી. શિક્ષકોના અભાવે જ શાળાઓ મર્જ કરવી પડી રહી છે. ઘણાં ઉમેદવારોની તો વયમર્યાદા પણ પૂર્ણ થઇ રહી છે.

૨૬ જાન્યુઆરી

તો વળી આ આંદોલન વચ્ચે રાજ્યના મધ્યાહન ભોજનના સંચાલક પણ પોતાની માંગણીઓને લઇને 26મીથી ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ કરવા એલાન કર્યુ છે. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ તો રાષ્ટ્પતિ પાસે ઇચ્છા મૃત્યુની ય માંગ કરી છે.

27 જાન્યુઆરી

27મી જાન્યુઆરીથી તો ગુજરાતના પુર્વ ધારાસભ્યો પણ સત્યાગ્રહ છાવણીએ પ્રતિક ઉપવાસ કરવા જઇ રહ્યાં છે. પેન્શન અને માનદ વેતન સહિતના પ્રશ્નોને લઇને પૂર્વ ધારાસભ્યો પણ ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે.

સતત થઇ રહેલાં આંદોલનોના કારણે ભાજપ સરકાર પણ મૂંઝવણમાં મૂકાઇ છે. અને સતત થઇ રહેલા  આંદોલનને કારણે ચિંતાતુર બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.