Not Set/ સુશાંતસિંહ રાજપૂતને મળશે ન્યાય? આ મામલે આજે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

  બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ કેસમાં સુશાંતનાં પિતા કે.કે.સિંહ ફિલ્મ અભિનેત્રી અને સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહારનાં પટનામાં એફઆઈઆર નોંધાવી છે. જે બાદ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને અપીલ કરી હતી કે પટનામાં એફઆઈઆર મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે. આ કેસમાં સુનાવણી […]

Uncategorized
a54d07f8f2f2a120284274c16e73b419 સુશાંતસિંહ રાજપૂતને મળશે ન્યાય? આ મામલે આજે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

 

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ કેસમાં સુશાંતનાં પિતા કે.કે.સિંહ ફિલ્મ અભિનેત્રી અને સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહારનાં પટનામાં એફઆઈઆર નોંધાવી છે. જે બાદ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને અપીલ કરી હતી કે પટનામાં એફઆઈઆર મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે. આ કેસમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે, જે પછી આજે કોર્ટ તેનો ચુકાદો આપશે.

સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ તેના પિતા કે.કે.સિંહે પટનામાં રિયા ચક્રવર્તી સહિત 6 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તેમની ફરિયાદમાં સુશાંતનાં પિતાએ રિયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો, તેના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની રકમ ઉઘરાવી હતી. એટલું જ નહીં, તેમણે આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી. જે બાદ બિહાર સરકારે કેન્દ્ર સરકારને આ મામલાની સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી હતી.

આ પણ વાંચો- સુશાંતસિંહ આત્મહત્યા કેસ/ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ હવે દાખલ થઇ FIR

વળી સીબીઆઈ અને મુંબઈ પોલીસ બંને આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસમાં સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે. પરંતુ સુશાંતનાં પિતાનાં એડવોકેટ કહે છે કે જ્યારે મૃતકનાં પિતા અને બિહાર સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણેય સીબીઆઈ તપાસમાં સહમત થાય છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારનો વાંધો સમજી શકાય તેવું નથી. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય ખૂબ મહત્વનો બની શકે છે. સુશાંતનાં પિતાનાં વકીલે રિયા વતી સુશાંતનાં પરિવારનાં આક્ષેપો અંગે કહ્યું હતું કે આ આક્ષેપો અમારા દાવાઓની પુષ્ટિ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.