Not Set/ રાજ્યસભામાં શાસક પક્ષની ગેરહાજરીથી વ્યતિથ વિરોધ પક્ષનું વોક આઉટ, હાજર છતાં ગેરહાજર કેમ??

રાજ્યસભામાં શાસક પક્ષની ગેરહાજરીથી વ્યતિથ વિરોધ પક્ષનું વોક આઉટ રાજ્યસભામાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજ્યસભાનાં વિરોધ પક્ષના નેતા ગુલામ નવી આઝાદે કેન્દ્ર સરકારનાં સાંસદો, મંત્રી અને ખુદ વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા. આઝાદનાં પ્રહારો બાદ વિપક્ષ દ્વારા પોતાની વાત અને માંગણીને લઇને વોક આઉટ કરવામાં આવ્યું હતું. આઝાદ દ્વારા કહેવામા આવ્યું હતું કે, “વડા […]

Top Stories India
pm rajyasabha રાજ્યસભામાં શાસક પક્ષની ગેરહાજરીથી વ્યતિથ વિરોધ પક્ષનું વોક આઉટ, હાજર છતાં ગેરહાજર કેમ??

રાજ્યસભામાં શાસક પક્ષની ગેરહાજરીથી વ્યતિથ વિરોધ પક્ષનું વોક આઉટ

રાજ્યસભામાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજ્યસભાનાં વિરોધ પક્ષના નેતા ગુલામ નવી આઝાદે કેન્દ્ર સરકારનાં સાંસદો, મંત્રી અને ખુદ વડાપ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા. આઝાદનાં પ્રહારો બાદ વિપક્ષ દ્વારા પોતાની વાત અને માંગણીને લઇને વોક આઉટ કરવામાં આવ્યું હતું. આઝાદ દ્વારા કહેવામા આવ્યું હતું કે, “વડા પ્રધાન જવાબ આપતા નથી, અને તેમનાં કોઈ મંત્રીને જવાબ આપવાની કે જવાબ આપવો જોઇએ તેવું PMને કહેવાની હિંમત નથી. જ્યારે MP એવું ઉચ્છી રહ્યા છે કે PM અને તેના મંત્રી સદનમાં હાજર રહે ત્યારે તે PM અને મંત્રીઓની જવાબદારી છે કે તે સદનમાં હાજરી આપે. પરંતુ આવું પાછલા 6 વર્ષોમાં નથી થયુ અને આજે પણ નથી જ થયું. ગુલામ નવી આઝાદ અને વિપક્ષો દ્વારા PM મોદી અને તેના મંત્રીથી માંડીને સાંસદોની ગારહાજરી મામલે આ વાત કહેવામાં આવી હતી અને બાદમાં વોક આઉટ પણ કરવામા આવ્યું હતું

weak out રાજ્યસભામાં શાસક પક્ષની ગેરહાજરીથી વ્યતિથ વિરોધ પક્ષનું વોક આઉટ, હાજર છતાં ગેરહાજર કેમ??

PM મોદીએ પાર્લામેન્ટમાં પોતાને મળવા આવેલા નાનકડા મહેમાન સાથે માણી હળવાસની પળો

એક તરફ PM અને તેના સાંસદ, મંત્રીઓ સદનમાં સતત ગેરહાજર રહેવાની રાજ્યસભામાં રાવ કરી વોક આઉટ કરી રહ્યા હતા, ત્યારે જ ખુદ PM મોદી દ્વારા પાર્લામેન્ટમાં તેમની મુલાકાતે એક નાનકડા મુલાકાતી આવ્યા હોવાની અને તેમની સાથે હળાશની પળો માણતા ફોટા પોતાના ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. PM દ્વારા લખવામાં પણ આવ્યુ હતું કે કોઇ નજીકનાં સ્વજનનું નાનું  બાળક તેમને મળવા આવ્યું છે અને તેની સાથે માણવામા આવેલી હસી ખુસીની પળો પોસ્ટ કરવામા આવી હતી.

pm modi રાજ્યસભામાં શાસક પક્ષની ગેરહાજરીથી વ્યતિથ વિરોધ પક્ષનું વોક આઉટ, હાજર છતાં ગેરહાજર કેમ??

હાજર છતા ગેરહાજર કેમ ????

બનેં ઘટના આજે લગભગ એક જ સમયે બની હતી. બનેં ઘટના પાર્લામેન્ટમાં જ બની હતી. એક રાજ્યસભામાં અને એક સંસદ ભવનની PM ઓફિસમાં બની હોવાનું સામે આવે છે. ત્યારે સામાન્ય માણસને પણ મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, કાયમ માટે શિસ્ત અને અનુશાસનનાં હિમાયતી PM, કે જે પોતાનાં સાંસદોને સંસદમાં હાજર રહેવાની ફરજ પણ પાડે છે, તે જ કેમ સદનમાં હાજરી નહીં આપી રહ્યા હોય અને કેમ વિપક્ષોએ શાસક પક્ષનાં નેતાઓની ગેરહાજરીને લઇને વોક આઉટ કરવું પડ્યું હશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.