NEET 2024/ દેશમાં બીજા સ્થળોએ NEET ફરીથી લેવા માટે તો ગુજરાતમાં RENEETનો વિરોધ

દેશમાં બીજા સ્થળોએ નીટ કૌભાંડના લીધે આ પરીક્ષા ફરીથી લેવામાં આવે તે માટે પ્રદર્શનો થઈ રહ્યા છે તો ગુજરાતમાં NEET ફરીથી લેવા સામે વિરોધ થઈ રહ્યો છે. તેમા પણ આ પરીક્ષા ફરીથી લેવા ચાલતી તૈયારી વચ્ચે રાજકોટમાં આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓમાં આકરા ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 56 2 દેશમાં બીજા સ્થળોએ NEET ફરીથી લેવા માટે તો ગુજરાતમાં RENEETનો વિરોધ

Gandhinagar News: દેશમાં બીજા સ્થળોએ નીટ કૌભાંડના લીધે આ પરીક્ષા ફરીથી લેવામાં આવે તે માટે પ્રદર્શનો થઈ રહ્યા છે તો ગુજરાતમાં NEET ફરીથી લેવા સામે વિરોધ થઈ રહ્યો છે. તેમા પણ આ પરીક્ષા ફરીથી લેવા ચાલતી તૈયારી વચ્ચે રાજકોટમાં આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓમાં આકરા ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભેગા થઈ બહુમાળી ભવન ખાતે તેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ અંગે એક વાલીએ જણાવ્યું હતું કે પરીક્ષામાં ચોરી જેણે કરી તે દંડાય તો બરોબર છે, પરંતુ તેના લીધે બીજા લાખો સ્ટુડન્ટ્સે મહેનત કરી તેના પર પાણી ફેરવી દેવાનું. તેમણે ગેરરીતિ જ નથી કરી તો પછી તેની તેમને સજા શાના માટે. આ વિદ્યાર્થીઓ અને વાલીઓની એક જ લાગણી છે કે તેમને અન્યાય ન થવો ન જોઈએ. તેઓ એ જ વિનંતી કરી રહ્યા છે કે એવો નિર્ણય ન લેવામાં આવે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય.

વાલીઓની લાગણી છે કે જો RE-NEET થાય તો ખરેખર મહેનત કરનારા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ છે. કુલ 24 લાખ પૈકી 11 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા ન હોવાથી RE-NEETની માંગ કરી રહ્યા છે. દસ લાખ વિદ્યાર્થી એવા છે જેમને 400થી 500 માર્ક આવ્યા હોવાથી તબીબી શાખામાં પ્રવેશ મળે તેમ નથી. આના લીધે આ વિદ્યાર્થીઓ પણ ફરીથી પરીક્ષા લેવાનું જણાવે છે. તેના લીધે જેન્યુઇન એવા અમારા જેવા ત્રણ લાખ જ વિદ્યાર્થીઓ હોવાથી અમારો અવાજ જ સંભળાતો નથી. તેઓએ મોટા અવાજે ઘાંટા પડી રહ્યા હોવાથી અમને ડર છે કે અમારો શાંત અવાજ તેમના અવાજમાં દબાઈ ન જાય. આમ થશે તો અમારા બાળકોએ જ સહન કરવાનું આવશે.

તેઓનું કહેવું છે કે વાસ્તવમાં જે સ્થળે પેપર લીક થયું હોય અને તે સ્થળ અને કદાચ તેની આસપાસના સ્થળો કે કેન્દ્રોમાં જ આ પરીક્ષા ફરીથી લેવાવી જોઈએ. બધાએ તેની પરીક્ષા ફરીથી આપવી પડે તે પ્રકારનો નિર્ણય  લેવો જરૂરી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું