વલસાડ/ સરકારના રિવર લિંક પ્રોજેક્ટનો કરાયો વિરોધ, આદિવાસીઓને છે આ વાતનો ડર

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આજે આદિવાસી સમાજ અને  આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટ ના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Others
આદિવાસી
  • સરકારના રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ
  • વલસાડના ધરમપુરમાં યોજાઈ સભા
  • મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા
  • આદિવાસીઓને વિસ્થાપિત થવાનો ડર
  • કોંગ્રેસ, શિવસેનાના નેતાઓએ કર્યો વિરોધ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનોએ એક સભા યોજી હતી. વિરોધ કરી રહેલા સંગઠનો અને લોકોનું માનવું છે કે  સરકારના આ પ્રોજેક્ટથી આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારોને વિસ્થાપિત થવું પડશે.. જેને લઈ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પુત્ર સહિત આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિરોધમાં જોડાયા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આજે આદિવાસી સમાજ અને  આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટ ના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકર ના પુત્ર અને શિવસેના ના પ્રદેશ પ્રમુખ અભીનવ ડેલકર અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં પોલીસ દ્વારા રેલીમાં જતા લોકોને અટકાવવા પ્રયાસ કર્યા હ પરંતુ કેટલીક જગ્યાએ પોલીસ સાથે સ્થાનિક લોકો ની ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં આખરે પોલીસે રેલી યોજવા દીધી હતી.

ત્યારે ધરમપુરના આસુરા ચોકડી પર એક જંગી સભા યોજાઈ હતી.જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને અને કોંગ્રેસી આગેવાનોએ સભા સંબોધતા  સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો  વિરોધ કર્યો હતો.વિરોધ કરી રહેલા સંગઠનો અને લોકોના મતે સરકાર દ્વારા પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ નો અમલ કરવા જઈ રહી છે.આ પ્રોજેક્ટ થી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાર  નદી પર આવેલા ચાસમાંડવા ગામ નજીક એક ડેમ બનાવવામાં આવી શકે છે.જો ડેમ બને તો  આ વિસ્તારના અસંખ્ય  આદિવાસી પરિવારો વિસ્થાપિત થવાની શક્યતા જોવાઇ રહી છે.જેથી આદિવાસી સમાજ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર  લિંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.આજે ધરમપુરના આસુરા ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા વિરોધ સભા યોજાયા બાદ એક જંગી રેલી યોજાઈ હતી.

આ રેલી ધરમપુરના જાહેર માર્ગો પર ફરી અને મામલતદારને આવેદનપત્ર આપી અને આ  સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધ આંદોલનની આગેવાની લેનાર આદિવાસી સમાજના આગેવાન એવા અનંત પટેલ અને અન્ય આગેવાનોએ સરકારના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. અને જો સરકાર આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની નારાજગી છતાં પણ અમલમાં મૂકશે તો. તેના ગંભીર પરિણામો આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.ધારાસભ્ય અનંત પટેલ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓના વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાવ્યું હતું. તેમના મતે એક તરફ કેન્દ્ર સરકાર બજેટ માં આ  લિંક પ્રોજેક્ટની વાત કરે છે.. તો બીજી બાજુ ગુજરાત સરકારના મંત્રીઓ આ યોજના થવાની જ નથી તેવા જાહેરમાં દાવા કરી રહ્યા છે.. આથી અનંત પટેલે  આ મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓને આડે હાથ લીધા હતા.

આ પણ વાંચો :થોડા દિવસ પહેલા જ દીકરી ગુમાવનાર ક્રિકેટર વિષ્ણુ સોલંકીના પિતાનું નિધન

આ પણ વાંચો :મોરબી પહોંચેલી સારા અલી ખાને આ રીતે કર્યું ભારતીય સંસ્કૃતિનું અપમાન, જાણો શું છે મામલો

આ પણ વાંચો :પાંડેસરાના વડોદ ગામમાં યુવતીની મદદ કરવા જતા યુવકની થઈ હત્યા

આ પણ વાંચો :ગોધરાની ઘટના બાદ દેશભરમાં PM મોદીની ચમક વધી, ભાજપને મળ્યું મહત્વ