રાજકોટ/ પાણીના ટેન્કરોમાં લગાવેલી જીપીઆરએસ સિસ્ટમનું મોનીટરીંગ કરવા આદેશ કરાયો

મ્યુનિ.કમિશનર દ્વારા સમયાંતરે કોર્પોરેશનના અલગ અલગ પ્રગતિશીલ પ્રોજેકટોની સ્થળ મુલાકાત કરવામાં આવે છે.

Gujarat Rajkot
Untitled 421 પાણીના ટેન્કરોમાં લગાવેલી જીપીઆરએસ સિસ્ટમનું મોનીટરીંગ કરવા આદેશ કરાયો

શહેરના લોકોની સેવામાં આવતા વિવિધ પ્રોજેક્ટની આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી પ્રોજેક્ટની વિગતો મેળવી હતી. જેમાં ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવેલ શ્રી અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પંડિત દિનદયાળ કોમ્યુનીટી હોલ, સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને આજી ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરી માહિતી મેળવી હતી.વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરે ગ્રીનલેન્ડ હેડવર્કસ ખાતે ટેન્કર ફીલીંગમાં લગાવવામાં આવેલ જીપીઆરએસ સિસ્ટમ મોનિટરિંગ કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી. આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીની ગુણવત્તા, જથ્થો અને વિતરણ વિશે માહિતી મેળવી તેમજ સરદાર સરોવરથી આજી ડેમ સુધીની સૌની યોજનાની જાણકારી પ્રાપ્ત કરી હતી.

આ  પણ વાંચો :રાજકોટ / લાપત્તા ક્રિકેટર પત્ની અને મિત્ર સાથે હોટલમાંથી ડ્રગ્સ સાથે મળી આવ્યા

મ્યુનિ.કમિશનર દ્વારા સમયાંતરે કોર્પોરેશનના અલગ અલગ પ્રગતિશીલ પ્રોજેકટોની સ્થળ મુલાકાત કરવામાં આવે છે. પ્રોજેકટ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓ અને સંબંધીત એજન્સીઓને પણ સુચના આપવામાં આવી રહી છે. હવે ચોમાસાનો પીરીયડ પૂરો થઈ ગયો છે ત્યારે મહાપાલિકાના તમામ પ્રોજેકટનું કામ પુરજોશમાં શરૂ થઈ જાય તે માટે ખુદ કમિશનર અમિત અરોરા સક્રિય થયા છે. આજે પણ તેઓએ અલગ અલગ પ્રોજેકટની સાઈટ વિઝીટ કરી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી.

મુલાકાતમાં મ્યુનિ. કમિશનર સાથે સિટી એન્જી. એમ. આર. કામલીયા, વાય. કે. ગૌસ્વામી, આસી. કમિશનર એચ. કે. કગથરા, આસી. મેનેજર બી. એલ. કાથરોટીયા, પી.એ.ટુ કમિશનર રસિક રૈયાણી, ડીઈ ચેતન મોરી, હરેશ સોન્ડાગરા, વ્રજેશ ઉમટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આં પણ વાંચો ;OMG! / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, આ વીડિયો તમે પણ જોઈલો ..