Not Set/ આગામી ત્રણથી ચાર મહિનામાં બાયો-ફ્યુઅલ પર ચાલતા વાહનો માટે ઓર્ડર આપવામાં આવશે

તમામ વાહન ઉત્પાદકો માટે ફ્લેક્સ એન્જિન એટલે કે વૈકલ્પિક ઇંધણ એન્જિન સાથે વાહનોનું ઉત્પાદન ફરજિયાત કરવામાં આવશે

India

દેશ માં આવનારા થોડા દિવસોમાં કારના એન્જિનમાં મોટા ફેરફાર જોવા મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, તેઓ આગામી ત્રણથી ચાર મહિનામાં નવા આદેશ જારી કરશે.  તમામ વાહન ઉત્પાદકો માટે ફ્લેક્સ એન્જિન એટલે કે વૈકલ્પિક ઇંધણ એન્જિન સાથે વાહનોનું ઉત્પાદન ફરજિયાત કરવામાં આવશે. લગભગ બે વર્ષથી નીતિન ગડકરી કાર કંપનીઓને ફ્લેક્સ એન્જિન બનાવવા માટે અપીલ કરી રહ્યા હતા. પરંતુ તેને ફરજિયાત બનાવવામાં આવ્યું ન હતું.

 

ફ્લેક્સ એન્જિન શું ?

આ એવા એન્જિન છે, જેમાં પેટ્રોલ, ઇથેનોલ અથવા મિથેનોલનું મિશ્રણ સાથે વાપરી શકાય છે. હાલમાં, ભારતમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાની મંજૂરી છે. જોકે, એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે જો ઇથેનોલની માત્રામાં વધારો કરવામાં આવે તો એન્જિનમાં પણ જરૂરી ફેરફાર કરવા પડશે. આ જ કારણ છે કે નીતિન ગડકરી કાર કંપનીઓને એન્જિન બદલવા માટે કહી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે સરકાર ફ્લેક્સ એન્જિન તરફ વળી રહી છે. ભૂતકાળમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તેનાથી ઘણા ફાયદા થશે. પ્રથમ, પ્રદૂષણમાં ઘટાડો થશે. બીજો મોટો ફાયદોએ થશે કે કાચા તેલની આયાતમાં ઘટાડો થશે. જયારે ભારત 80 ટકાથી વધુ કાચા તેલની આયાત કરે છે.

કાચા તેલની આયાત કરવા માટે ડોલરમાં લેણદેણ કરવી પડે. સરકાર કાચા તેલની આયાત ઘટાડીને આ ખર્ચમાં પણ ઘટાડો કરી શકશે. આ સિવાય શેરડી અને મકાઇના કચરામાંથી વૈકલ્પિક ઇંધણ ઇથેનોલ પણ દેશમાં બનાવી શકાય છે.