Gujarat election 2022/ અમદાવાદ જિલ્લામાં 21 બેઠકોમાંથી ભાજપ 19 પર અને કોંગ્રેસ ફક્ત બે પર આગળ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ચૂંટણી પરિણામમાં અમદાવાદ જિલ્લામાં આ વખતે લગભગ બધે જ કમળ ખીલી ઉઠ્યું છે. અમદાવાદ શહેરની 16 અને અમદાવાદ તાલુકા તથા ગ્રામ્યની પાંચ એમ કુલ 21 બેઠકમાંથી 19 બેઠક પર ભાજપ આગળ છે અને કોંગ્રેસ ફક્ત બે જ પર આગળ છે. તેમા પણ કોંગ્રેસ અમદાવાદ શહેરમાં ખાડિયામાંથી જીતી ચૂકી છે.

Gujarat Gujarat Assembly Election 2022
BJP Record win અમદાવાદ જિલ્લામાં 21 બેઠકોમાંથી ભાજપ 19 પર અને કોંગ્રેસ ફક્ત બે પર આગળ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ચૂંટણી પરિણામમાં અમદાવાદ જિલ્લામાં આ વખતે લગભગ બધે જ કમળ ખીલી ઉઠ્યું છે. અમદાવાદ શહેરની 16 અને અમદાવાદ તાલુકા તથા ગ્રામ્યની પાંચ એમ કુલ 21 બેઠકમાંથી 19 બેઠક પર ભાજપ આગળ છે અને કોંગ્રેસ ફક્ત બે જ પર આગળ છે. તેમા પણ કોંગ્રેસ અમદાવાદ શહેરમાં ખાડિયામાંથી જીતી ચૂકી છે.

કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ ખાડિયામાં વિજય મેળવતા ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને હરાવ્યા છે. જયારે જમાલપુરમાં કોંગ્રેસ આગળ છે. આ સિવાયની બાકીની બધી બેઠકો પર ભાજપ આગળ છે. તેમા પણ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 64,000ના વિક્રમી માર્જિનથી જીતી ચૂક્યા છે. આ સિવાય અસારવામાંથી ડો. દર્શનાબેન વાઘેલા જીત્યા છે. નિકોલમાંથી જગદીશ વિશ્વકર્મા જીત્યા છે. દરિયાપુરમાંથી ડો. કૌશિક જૈન જીત્યા છે. આમ ભાજપ કુલ 21 બેઠકમાંથી પાંચ બેઠક જીતી ચૂક્યું છે અને કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ વિરમગામમાંથી આગળ છે અને તેમનો વિજય નિશ્ચિત મનાય છે. સાણંદમાંથી બાબુ જમના પટેલનો વિજય પણ નિશ્ચિત માનવામાં આવે છે. તે 70 હજાર મતથી આગળ છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકમાંથી ભાજપને 16 બેઠક મળી હતી.

આ પણ વાંચોઃ

Election Result/ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ, કમલમમાં ઉજવણી શરૂ

Election Result/ભાજપના વોટની ટકાવારીમાં આટલો થયો વધારો, કોંગ્રેસના સૂંપડા સાફ,આપ આદમી પાર્ટીનો ઉદય