Election/ જામનગરમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો : પાંચ ટર્મથી ચૂંટાયેલ કરશન કરમુરનું રાજીનામું

ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા પૂર્વે જ જણાવ્યા પ્રમાણે 3 મહત્વનાં નિર્ણયનાં આધારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનાં મહાનગરોનાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. 

Top Stories Gujarat Others
jmr જામનગરમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો : પાંચ ટર્મથી ચૂંટાયેલ કરશન કરમુરનું રાજીનામું

ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા પૂર્વે જ જણાવ્યા પ્રમાણે 3 મહત્વનાં નિર્ણયનાં આધારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનાં મહાનગરોનાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જામનગરમાં ઉમેદવારની યાદી જાહેર થતા જ ભડકો થયો હોવાની વિગતો સામે આવી રહી છે અને ભાજપનાં દિગ્ગજ સ્થાનિક નેતા એવા પૂર્વ ડેપ્યુટી મેયર અને પાંચ ટર્મથી ચૂંટાતા આવતા કરશન કરમુર દ્વારા ભાજપમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.

પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો ભોગ બનતા કરશન કરમુર દ્વારા નારાજ થઈ રાજીનામુ આપ્યું છે. કરશન કરમુર દ્વારા આ મામલે નારાજગી સાથે જામનગર જીલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અને કેબીનેટ મંત્રી ફળદુ, રાજ્ય મંત્રી હકુભાની હાજરીમાં દલીલો કરી શહેર પ્રમુખને રાજીનામું સુપ્રત કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું હોવાનું સામે આવી રહ્યું છે.

નિર્ણયની કાતરથી કપાયેલા અન્ય સિનિયર નેતાઓ પણ જો કરશન કરમુરનાં પગલા પકડી મેદાને આવે તો ભાજપ માટે કપરા ચઢાણ સમો ક્યાસ થાય તેવી ભીંતી પણ જોવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગર ભાજપની ઉમેદવારોની યાદીને કારણે અન્ય 9 સિનિયરોના પણ પત્તા કપાયા છે અને તેઓ પણ ક્યાંકને ક્યાંક નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…