બેદરકારી/ ગોધરા નગર પાલિકા તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં રોષ

આ અંગે નગર પાલિકા તંત્રને અનેક વાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં સ્થાનિકોની રજુઆતો નગર પાલિકા તંત્રના બહેરા કાને ન સંભળાતા સ્થાનિકોમાં ફાટી નીકળ્યો રોષ.

Gujarat Trending
ગોધરા

મોહસીન દાલ, ગોધરા@ મંતવ્ય ન્યૂઝ

ગોધરા શહેરમાં વોર્ડ નંબર ૧૦માં આવેલી કિસાન સોસાયટીમાં મસ્જીદે સાલેહીન તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા એક માસ ઉપરાંત સમયથી પાણી ભરાવવાને લીધે થયેલી ગંદકી નગર પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ અને પાણીનો નિકાલ ન કરવામાં આવતા સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ અંગે નગર પાલિકા તંત્રને અનેક વાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં સ્થાનિકોની રજુઆતો નગર પાલિકા તંત્રના બહેરા કાને ન સંભળાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

gatar godhra ગોધરા નગર પાલિકા તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં રોષ

ગાંધીનગર / કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ – કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પરેશ ધાણાનીને માથામાં પહોંચી ઈજા

ગોધરા શહેરના વોર્ડ નંબર ૧૦ વિસ્તારમાં આવેલી કિસાન સોસાયટી અને છકડાવાડ વિસ્તાર કે જ્યાં એક મસ્જીદ પણ આવેલી છે આ સોસાયટી માં ભૂગર્ભ ગટર લાઈન પણ નાખવામાં આવેલી છે અને આ ભૂગર્ભ ગટર લાઈન વ્યવસ્થિત રીતે નાખવામાં નહીં આવતા પાણીનો કોઈ નિકાલ થતો નથી અને આ ભૂગર્ભ ગટરના ચેમ્બરો પણ ભરાઈ જાય છે, તેનું ગંદુ પાણી પણ બહાર નીકળતું હોય છે. તેમજ વરસાદી પાણીનો નિકાલ પણ નહિ હોવાને લીધે રસ્તાઓ ઉપર જ પાણી ભરાઈ રહે છે, તેને કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ સોસાયટીના રસ્તા ઉપર પાણીના ખાબોચિયાઓ ભરાઈ રહેતા તેમાં મચ્છરોનો પણ ઉપદ્રવ હોવાથી સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

gatar godhra 3 ગોધરા નગર પાલિકા તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં રોષ

ગૌરવ / દેશમાં સૌ પ્રથમ રાજકોટ ચિત્રનગરીના કલાકારોએ દીવાલો પર ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતના 7 ખેલાડીઓના ચિત્રો બનાવ્યા

આ પ્રશ્ન ઘણા વર્ષોથી પહેલાનો છે અને આ અંગે સ્થાનિક રહીશો દ્વારા વોર્ડના સભ્યોને અને નગર પાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થાનિકોની આ રજૂઆતને નગર પાલિકા સદસ્યો અને પાલિકા તંત્રના બહેરા કાને સાંભળવામાં ન આવતા સોસાયટીના લાચાર બનેલા રહીશોએ આશાની કિરણ દેખાઈ હોય તેમ માજી નગર પાલિકા સદસ્ય અને એ.આઈ.એમ.આઈ.એમ.ના ગોધરા શહેર પ્રમુખ યાકુબ બકકર (તપેલી)ને બોલાવી સોસાયટીના દ્રશ્યો દેખાડતા નગર પાલિકા માજી સભ્ય યાકુબ બકકર (તપેલી) દ્વારા જવાબદાર તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

ગોધરા

 

ગુજરાત / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવા મોટું નિવેદન

તેઓને રજૂઆત કરવામાં આવી હતીકે  આ સમસ્યાના કાયમી નિકાલ માટે જે ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી છે તેને વ્યવસ્થિત રીતે સરખી કરીને જોડાણ કરવામાં આવે અને આ પાઈપલાઈન માં જે કચરો જામ થયો છે તેની સાફ સફાઈ કરવામાં આવે તો વરસાદી પાણી રોડ ઉપર ભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ થઈ શકે તેમ છે તો શું આ વિસ્તારના રહીશોની સમસ્યાનો કાયમી નિકાલ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવશે કે કેમ તે તો હવે આવનાર સમય જ દેખાડશે.

majboor str 6 ગોધરા નગર પાલિકા તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં રોષ