ગાંધીનગર/ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ – કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પરેશ ધાણાનીને માથામાં પહોંચી ઈજા

પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે આ ઘર્ષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના માથા પર વાગ્યુ હતું અને તેમના કપાળ પરથી લોહી…

Top Stories Gujarat Others
ઘર્ષણ

પોલીસ – કાર્યકરો વચ્ચે ઘર્ષણ : ગુજરાતભરમાં ભારે કહેર મચાવી ચુકેલા તૌક્તે વાવાઝોડાના કારણે માછીમારો અને ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે. રાજ્યમાં કેટલાક ખેડૂતોને પાયમાલ થવાનો પણ વારો આવ્યો છે, ત્યારે આ માછીમારો અને ખેડૂતોને સરકાર દ્વારા નુકશાનના પેટે વળતર આપવાની જાહેરાત કરાઈ છે, ત્યારે આ મામલે માછીમારો અને ખેડૂતોને વાવાઝોડાથી થયેલા નુકસાનમાં પુરતું વળતર આપવા મામલે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવા મોટું નિવેદન

કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનને પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી હતી, જેથી પોલીસ – કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે આ ઘર્ષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના માથા પર વાગ્યુ હતું અને તેમના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યુ હતું. જયારે બીજી બાજુ પોલીસે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની અટકાયત પણ કરી છે.

આ પણ વાંચો :ડાયમંડ સીટી કહેવાતુ સુરત બન્યુ માથાભારે તત્વોનું એપી સેન્ટર

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા તૌકતે નુકસાનીના વળતરમાં અનિયમિતતા અને વિસંગતતા હોવાનો આરોપો લગાડવામાં આવ્યા છે અને આ મામલે થોડા દિવસો પહેલા કોંગ્રેસના ધારાસભ્યો નું પ્રતિનિધિ મંડળ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યું હતુ, પરંતુ કોઈ ઉકેલ ન આવતા બુધવારે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં ગાંધીજીની પ્રતિમા પાસે જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો :ગોંડલમાં સરકારી તંત્રની “એકને ગોળ એકને ખોળ” નીતિ સામે કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર

મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે